ગોવા વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે 8 ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કર્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

કોંગ્રેસે ગોવા વિધાનસભા ચૂંટણી માટે આઠ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતને મારગાવથી પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. તેઓ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે. રાજ્ય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતાઓ એલેક્સીઓ લોરેન્કોને કર્તોરીમ વિધાનસભા મતવિસ્તારથી અને સુધીર કાનોલકરને માપુસા વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં ચૂંટણી લડશે. રાજ્યની 40 સભ્યોની વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે.

આ ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સામે ટક્કર આપી રહી છે. ટીએમસી રાજ્યમાં પ્રથમ વખત પોતાનો હાથ અજમાવી રહી છે. ગોવામાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 36 સીટો પર ચૂંટણી લડી હતી. તેમાંથી તેણે 13 સીટો જીતી હતી. કોંગ્રેસે 37  બેઠકો પર ચૂંટણી લડી હતી અને 17પર જીત મેળવી હતી. એનસીપીએ એક બેઠક જીતી હતી. અપક્ષોએ ત્રણ બેઠકો જીતી હતી જીએફપી અને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીએ ત્રણ-ત્રણ બેઠકો જીતી હતી.ગોવામાં આવનારી ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીએ ગઠબંધન કર્યું છે. એમજીપી રાજ્યની સૌથી જૂની પ્રાદેશિક સંસ્થા છે. મમતા બેનર્જી સતત ગોવાની મુલાકાતે છે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.