બનાસકાંઠાનિ ધરતી પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ

April 14, 2022

— દિયોદરના સણાદર ખાતે વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે :

ગરવી તાકાત પાલનપુર : ઉતરગુજરાત નું ગૌરવ એવા દેશ ના વડાપ્રધાનના જ્યારે બનાસકાંઠાના દિયોદરની પાવન ધરા પર આવી રહ્યા છે. જે કાર્યક્રમને લઈ બનાસ ડેરી દ્વારા આગમનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેકટર આનંદ પટેલ સહિત જિલ્લાનું પોલીસ તંત્ર અને  જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.
સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરી દ્વારા એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4) નું આગામી તા. ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પશુપાલક બહેનો ઉપસ્થિત રહેશે. 
આ ઉપરાંત કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા) નો સમાવેશ થાય છે. 
વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષી બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ સક્રિય બન્યું છે. કલેકટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ દિયોદર- સણાદર ખાતે બનાસ ડેરી સંકુલના સ્થળની મુલાકાત લઇ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ અંગે ઝીંણવટભરી વિસ્તૃત ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિયોદર ખાતે બનાસ ડેરીનું  નિર્માણ કાર્ય જૂન-2020 માં શરૂ થયું હતુ. માત્ર ૧૮ મહિનાના ટૂંકાગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. લાખો પશુપાલકોએ બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી અને ડેરીના નિયામક મંડળમાં મુકેલા વિશ્વાસના પરિણામે આજે બનાસ ડેરી ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરી વૈશ્વિક ઉંચાઇઓ હાંસલ કરી રહી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0