રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા પછી આજે પ્રથમ વખત પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ જયપુરમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પર ભુતપુર્વ પ્રધાનમંત્રી રાજીવગાંધીને શ્રંધ્ધાજંલી આપવા પહોંચ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી અશોક ગહેલોત પણ હાજર રહેવાના હતા જેની માહિતી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કહેવામાં આવ્યું હતું કે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને નવા પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ દોતાસરા સવારે 10.30 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ વડામથક ખાતે પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ આપશે, પરંતુ અશોક ગેહલોત પહોંચ્યા નહીં. તેમની જગ્યાએ, સચિન પાયલોટ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલય પર પહોંચ્યા.

રાજેસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સવારે 11 વાગ્યે ઈન્દિરા રસોઇ યોજના શરૂ કરવાના હતા, તેથી તેમણે આ કાર્યક્રમ 10:30 વાગ્યે યોજવાના હતા, પરંતુ 10: 45 વાગ્યે એવી માહિતી આવી કે ગેહલોત નહીં આવે.

આ પણ વાંચો: યુ.પી. પોલીસ: તથાકથીત વિવાદાસ્પદ પોસ્ટ કરતા દિલ્લીના પત્રકારની ધરપકડ

આ કાર્યક્રમમાં સચીન પાયલોટે કહ્યું હતુ કે રાજીવ ગાંધી 400 થી વધુ બેઠકો લાવ્યા હતા પણ 2 બેઠકો લાવનાર ભાજપનો પુરે પુરો આદર કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આજે ભાજપ ઘંમડ સાથે કોંગ્રેસ-મુકત ભારતની વાત કરે છે, તેઓએ રાજીવ ગાંધી પાસેથી રાજકારણનું બડ્ડપન શીખવું જોઈએ. તેમણે કહ્યું કે આજે દેશ ટેક્નીકલ ક્રાંતિના જોરે આગળ વધી રહ્યો છે, તે રાજીવ ગાંધીની દેન છે. 

રાજેસ્થાનમાં કોંગ્રેસનુ સંતુલન જાળવી રાખવા માટે અજય માકનને જવાબદારી આપવામાં આવી છે તે રાજેસ્થાનમાં કેટલા સફળ થશે એતો આવનારો સમય જ બતાવશે.

આ પણ વાંચો: ફેસબુકે ભાજપની નારાજગીના ડરથી તેમના નેતા ઉપર કોઈ કાર્યવાહી ના કરી: રીપોર્ટ

અત્યારે રાજેસ્થાનમાં ગેહલોતનુ જુથ વધુ પાવરફુલ જણાઈ રહ્યુ છે પણ તેમનુ જુથ સમજી ગયુ છે કે રાહુલ અને પ્રીયંકા ગાંધીનુ પીઠબળ સચીન પાઈલોટને મળી રહ્યુ છે એટલે તેઓ હવે ચેતીને પગલા ભરશે.

Contribute Your Support by Sharing this News: