સોતનની ચઢાંમણી શારીરિક માનશીક હેરાન ગતિનો મામલો શહેર પોલીસ માં પતિ સોતન વિરુદ્ધ દર્જ.

ગરવીતાકાત,મહેસાણા: મુસ્લિમ મહિલાઓને સોશ્યલી ‘ત્રિતલાક ‘માંથી ચુતાકારો મેળવવો અને મહિલાઓને પ્રોટેક્શન આપવા માટે ‘ધી મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઈટ મેરેજ એક્ટ’ અમલ માં આવ્યો હોવા છતાં ક્યારેક કાયદાનો પણ અનાદર થાય એવો કિસ્સો મહેસાણા ખાતે બનતા પ્રકાશ આવ્યો છે. ‘ધી મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઈટ મેરેજ એક્ટની’ઉપરવટજઈ પરણીતા સાથે ત્રિતલાક બોલી નવી પત્ની (સોતન)ની ચઢાંમણી ને કારણે પ્રથમ પત્ની ને શારીરિક અને માંનાશિક ત્રાસ ગુજારતા હોવાનો મામલો મહેસાણા શહેર પોલીસ મથક માં દર્જ થયો હતો. પતિ અને સોતન સામે પોલીસ ફર્તીયાદ થતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે પુનઃ લગ્ન કરનાર પતિ અને તેની નવી પત્ની સહીત બે જના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો.

મહેસાણા શહેર ના હૈદરી ચોક માં રહેતા ફરિયાદી નામે ફકીર અફશાના જાકીરશા ઉ.વ.૩૯ રહે બિસ્મિલ્લાહ પાર્ક સોસાયટી, કસ્બા શોભાષણ રોડ, મહેસાણાની ગત રોજ ની પોલીસ ફરીયાદ માં જણાવ્યા મુજબ તેમના લગ્ન નાગલપુરની સોફાન સો.સા ના રહીશ જાકીરશા હુસેનશા ફકીર સાથે સને ૨૦૦૩  માં થયા હતા. લગ્ન બાદ તેણીના પતિ શારીરિક તેમજ માંનાશિક ત્રાસ આપતા હતા.ગત તારીખ -૦૫-૦૯-૨૦૧૯ ના રોજ ફરોયાદી બેન અફશાના ફકીર ના ઘરે જઈ બોલાચાલી કરી તકરાર કરી હતી. ફરિયાદ માં જણાવ્યા મુજબ તેણીના પતિ એ તેણીના ઘરે હૈદરી ચોક સરોવર ચોકી મહેસાણા એ જઈ ને  તકરાર કરી ત્રણ વખત તલાખ નો (શબ્દ) ઉલ્લેખ કરી બોલીને ગડદાપાટું નો માર માર્યો હોવાનું જણાવ્યું છે.

વધુ જણાવ્યું છે કે નાગલપુર સોફાન સો.સા ના રહીશ બિસ્મિલ્લાહબાનું મહામાંદખાન હેમુદ ખાન સાથે લગ્ન કરી તેણીની ચઢાંમણી ને લઈને શારીરિક તેમજ માનશીક ત્રાસ ગુજારીને હેરાન કરી રહ્યા છે.આ તકરાર બાબતે અને હેરાન ગતિના મામલે ફકીર અફ્શાના જકીરશા હુસેનશા ઉ.વ.૩૯ એ તેમના પતિ જાકીરશા હુસેનશા ફકીર અને બીસ્મિલ્લાબાનું મહમદ ખાન હેમુદ ખાન રહે.(બંને) નાગલપુર સોફાન સો.સા તા.જી.મહેસાણા વાળા વિરુદ્ધ મહેસાણા શહેર પોલીસ મથક એ-ડીવીઝન માં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નામ્પગલે શહેર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો કલમ ૪૯૮ (ક), ૩૨૩,૧૧૪ થતા ‘ધી મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઈટ મેરેજ એક્ટ ૨૦૧૯’ ની કલમ મુજબ કાનૂની કાર્યવાહી કરી ગુનો નોંધ્યો હતો.જેની વધુ તપાસ પો.સ.ઈ.  એમ.એન.રાઠોડ-ચલાવી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: