કડીના બાલાપીર દરગાહ પાસે આવેલ ભંગારની દુકાને ભંગાર વેચવા આવેલા ઇસમને કેમ દીલીપભાઈ આચાર્યના તબેલામાં કામ કરે તેમ કહી ગડદાપાટુંનો માર મારી ભીભત્સ ગાળો બોલી જાતિવિષયક અપશબ્દો બોલી શરીરના ભાગે ઇજા પોહચાડવામાં આવી હતી. જેથી એક્ટિવા લઈ આવેલા બે ઈસમો પૈકી એકની સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – મોઢવાડીયાએ AAP ને ભાજપની B ટીમ ગણાવી – કોંગ્રેસના 19.20 ટકા મતો ઘટ્યા તો સામે AAPને 21.31 ટકા મત મળ્યા : ગાંધીનગર
આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ કીશનભાઈ રમેશભાઈ સેનમા, વાસુભાઈ પટેલની ભંગારની દુકાને ભંગાર વેચવા આવેલા તે સમયે નાની કડીના વિજયભાઈ ગામાભાઈ સેનમા સાથે એક્ટિવા ઉપર આવેલ મેહુલભાઈ ચંદુભાઈ પટેલે અલ્યા કેમ દીલીપભાઈ આચાર્યના તબેલામાં કામ કરવા આવે છે. તેમ કહી જાતિવિષયક અપશબ્દો બોલી ઢોર માર મારી શરીરે ઇજા પોહચાડતા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. સારવાર લીધા બાદ કિશનભાઈ સેનમા એ પટેલ મેહુલભાઈ ચંદુભાઈ સામે ફરિયાદ નોંધાવી જે અંગેનો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.