મુસ્લીમ પરિણીતાને તેના પતિએ ત્રણ તલાક આપતાં ફરીયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

— દહેજની માંગ કરી ત્રાસ અપાતો હતો :

— વડનગરના બાદરપુરમાં માતા સાથે રહેતી શિક્ષિત યુવતીની આખરે સાસરીયા સામે રાવ :

ગરવી તાકાત મહેસાણા : દહેજ અને જીયાણાના મામલે પરિણીતાને શારીરીક માનસિક ત્રાસ તેમજ ઉશ્કેરાઈ ગયેલા પતિએ તેણીને એક સાથે ત્રણ વખત તલાક આપી ઘરમાંથી માસુમ દિકરા સાથે કાઢી મુકી હતી.આ અંગે યુવતીએ વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી હતી.

વડનગરના બાદરપુરના પરિવારની શિક્ષિત દિકરી સબનમ (૨૪ વર્ષ)ના લગ્ન ચારેક વર્ષ પહેલા નંદાસણમાં રહેતા ઈમરાન અકબરશા ફકીર સાથે થયા હતા. ત્રણેક મહિના બાદ દહેજ પેટે રૃ.પાંચ લાખની માંગણી કરીને સાસરિયા તરફથી ત્રાસ આપવાનું શરૃ કરાયું હતું.

પ્રસુતી વખતે તેણીને કાઢી મુકી હતી અને પુત્રના જન્મ પછી તેડી ગયા હતા.ત્યારબાદ પણ દહેજ અને જીયાણાના મુદ્દે યુવતીને મહેણા ટાણા મારવાનું ચાલુ રહ્યું હતું.દરમિયાન ગત તા.૯-૧-૨૨ના રોડ તેણીના પતિએ પૈસાની જરૃર છે તેવું કહતા તેણીએ પિયરમાંથી તેની વ્યવસ્થા થઈ શકે તેમ ના હોવાનું જણાવતા ઈમરાન એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પત્નીને એકસાથે ત્રણ તલાક આપી દીધા હતા.

ત્યારબાદ પત્ની તરીકે તને રાખવી નથી તેમ કહીને અઢી વર્ષના દિકરા સાથે તેઓને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુક્યા હતા.જેથી એમએ સુધી અભ્યાસ કરનાર પરિણીતા બાદરપુરમાં રહેતા માતા સાથે રહેવા આવી ગઈ હતી.જયાં ઈસ્લામી શરીયત મુજબ પ્રથા પૂર્ણ કરીને આખરે વડનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત ચાર શખસો સામે દહેજ અને ત્રણ તલાક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

— ગુનો નોંધાયેલ શખસના નામ : (૧) ઈમરાન અકબરશા ફકીર (૨) કુલસુમ અકબરશા ફકીર (૩) અકબર સુલેમાનશા ફકીર(૪) રીઝવાના હુસેનશા ફકીર — ચારેય રહે,નંદાસણ,તા.કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.