ગરવી તાકાત કડી:-કડી તાલુકા માં રોજબરોજ ચોરી ના બનાવો એ માજા મુકી હોય તેમ હજુ તો લુંટ ની ઘટના ની સાહી સુકાઈ નથી તેના લૂંટારુઓ ઝડપાયા નથી ને ત્યાં બીજી ચોરી ની ઘટના બનતા સબ સલામત હોવાનો દાવો કરતી પોલીસ દાવો પોગળ સાબીત થઈ રહયો હોય તેમ મજુરી રાખતા કોન્ટ્રાક્ટર ની ગાડી કાચ તોડી રકમ ભરેલી બેગ ઉઠાવી અજાણ્યા ઈસમો લઈ જતા ચોરો પોલીસ ને ચેલેન્જ કરતા હોય તેમ નંદાસણ ગામ ના અમદાવાદ હાઇવે ડિસન્ટ પ્રા કં લી પાસે મુજુરો ને પગાર ચુકવવા માટે ગાડીના આગળ ના ભાગે નીચેની તરફ બેગ માં મજૂરો ને ચુકવણી કરવાની હોઈ બેંક માંથી ઉઠાવેલા રૂપિયા મુકેલા તે બેગ ગાડી ના આગળ ના ભાગ નો દરવાજા નો કાચ તોડીને રકમ સાથે બેન્ક પાસબુક આધારકાર્ડ પરિવાર નો મુકેલા આધાર કાર્ડ એક્સીસ બેન્ક પાસ બુક ચેકબુક સહીત ની ઉઠાંતરકરી ચોરી કરી અજાણ્યા ઈસમો લઇ જતા રહયા હોવાની ફરીયાદ નોંધાઇ છે આ અંગેની મળતી માહીતી મુજબ ડિસન્ટ પ્રા લી કંપની માં મજૂરો મૂકીને કોન્ટ્રાકટર નુ કામ કરતા રજની કુમાર અમૃતલાલ પટેલ કોન્ટ્રાકટર આધારિત મજુરોને પગાર ની તારીખ હોઈ પોતાની ગાડી જીજે 02 CL 0743 લઈને અમદાવાદ મહેસાણા હાઇવે નંદાસણ નજીક આવેલ ડિસન્ટ પ્રા લી મુકામે ત્રીસ જેટલા મજુરો ને મજુરી ના પગાર પેટે ના ચુકવણી સારું ગાડી માં મુકેલી બેગ માં 1લાખ 27 હજાર જેટલી રકમ ગાડી ના આગળ ના ભાગ નો કાચ તોડીને પગ મુકવાના નીચેના ભાગે મુકેલી બેગ તેમજ પરિવાર ના આધારકાર્ડ પાસબુક ચેકબુક સહીત ની ઉઠાંતરી કરીને ફરાર થઇ જતાં કોન્ટ્રાકટર દ્વારા ફરિયાદ નોંધાઈ છે પોલીસે જેની ફરીયાદ નોંધી ચોરો ને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે