ભાઈ-બહેનોની જાણ બહાર વડિલોપાર્જિત મિલકત વેચી દેવાની વિજાપુરમાં ફરીયાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

— ખોટા દસ્તાવેજો ઉભા કરી :

— ખોટુ પેઢીનામુ અને અન્ય વારસદારોને વાંધો ન હોવાનું દર્શાવી મિલકત પોતાના અને પત્નીના નામે કરી :

ગરવી તાકાત મહેસાણા :  પેઢીનામા સહિત ખોટા દસ્તાવેજો ઉભા કરીને અન્ય વારસદારોને અંધારામાં રાખીને વિજાપુર અને રાજસ્થાનમાં આવેલી વડિલોપાર્જિત મિલકતો પોતાના અને પત્નીના નામે કરી દેનાર ભાઈ સામે ફરીયાદ નોંધાવવામાં આવી  છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

ઓએનજીમાંથી નિવૃત થયેલા દિલીપકુમાર રતનસિંહ રાવે વિજાપુર પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ કિરણ રાવ સામે વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી છે.જેમાં તેમણે કરેલા ઉલ્લેખ પ્રમાણે,વિજાપુર અને રાજસ્થાનના જોધપુર તેમજ બોડકીયામાં વડિલોપાર્જિત મિલકત આવેલી છે.જેની દેખરેખ કરવાની જવાબદારી તેમના આઠ ભાઈબહેનોએ નક્કી કરીને વિજાપુરના લક્ષ્મીનારાયણ મંદિરની સામે રહેતા ભાઈ કિરણસિંહ રાવને સોંપી હતી.

જો કે,તેમણે વિજાપુર ખાતેની વડિલોપાર્જિત મિલકત મેળવવાના બદઈરાદે તેમની માતા વિષ્ણુલક્ષ્મીનું  આબુરોડ ખાતે મૃત્યુ થયુ હોવા છતાં વિજાપુર સ્થળ દર્શાવી ખોટુ પેઢીનામું બનાવી તેમના બીજા ભાઈ બહેનોને આ મિલકત તેમના નામે કરવામાં આવે તો વાંધો નથી તેવું જણાવી હક જતો કરવાની ખોટી સહિઓ કરી ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મિલકત પોતાના અને પત્નીના નામે કરી લીધી હતી.જયારે વિજાપુરના દેવાણીવાસમાં આવેલ મકાન અને પ્લોટ વારસદારોને જાણ કર્યા સિવાય વેચી દઈ વિશ્વાસઘાત કર્યો હતો.આ અંગેની જાણ થતાં વિજાપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.