વિસનગરની શંકર કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં હિંસક ઘટના બાદ સામ સામે ફરિયાદ દાખલ…

August 28, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગરના ઉદલપુર ગામની શંકર કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં યોજાયેલી સામાન્ય સભામાં હિંસક ઘટના સર્જાઈ જૂના સભ્યોને રદ કરવાના મુદ્દે શરૂ થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી મારામારીની આ ઘટનામાં બન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ. સોસાયટીના મેનેજર અશ્વિનભાઈ પટેલે કાનજીભાઈ અંબારામ પટેલ અને રોહિતભાઈ કાનજીભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

Uproar in Shankar Co-op Society in Visnagar | વિસનગરની શંકર કો-ઓપ.  સોસાયટીમાં હોબાળો: જૂના સભાસદોના મુદ્દે પિતા-પુત્રએ મેનેજરને ધમકી આપી,  બેંકમાં ઘૂસી ...

સામા પક્ષે રોહિતભાઈ પટેલે છ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ કરી રોહિતભાઈએ સભામાં તેમના પિતા કાનજીભાઈ દ્વારા નવા સભ્યો ખોટી રીતે બનાવ્યા હોવાની રજૂઆત કરી રાજેશભાઈ ખેમાભાઈ પટેલે આ વાતનો વિરોધ કરતાં વિવાદ શરૂ થયો ત્યારબાદ સુરેશભાઈ ખેમાભાઈ,

વિષ્ણુભાઈ ખેમાભાઈ, દિક્ષિતભાઈ રાજેશભાઈ અને વ્રજ વિષ્ણુભાઈ પટેલે મારામારી શરૂ કરી ઘટના દરમિયાન ઠાકોર લક્ષ્મણજી સોમાજીએ ધારિયાથી કાપી નાખવાની ધમકી આપી મેનેજરે પણ ચોરીનો કેસ કરવાની ધમકી આપતાં રોહિતભાઈએ પોલીસને બોલાવી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0