ગરવી તાકાત, ઉંઝા
ઉંઝામાં ગુરૂ બંગ્લોઝ એન્ડ કોમ્પલેક્ષ નામની મકાનોની સ્કીમ બહાર પાડવામાં આવી હતી, એ સ્કીમમાં મકાન લેનાર સંજયગીરી રમણગીરી ગોસ્વામીએ પૈસા આપી બાનાખત કર્યા બાદ પણ બીલ્ડર દસ્તાવેજ કે પજેશન આપવા તૈયાર નથી. મકાનના દસ્તાવેજ ન થતા સંજયગીરી ગોસ્વામીની લોન અટકી જતા તેમને મકાનની સ્કીમ પાડનાર 3 બીલ્ડર વિરૂધ્ધ ઉંઝાં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો – સાઈબર ક્રાઈમ નંદાસણ: બેન્ક સાથે લીન્ક મોબાઈલ નંબર બદલી પૈસા ઉઠાવી લીધા
ગુરૂ બંગ્લોઝ એન્ડ કોમ્પલેક્ષ ના મકાનોના ભાવ અલગ અલગ રાખવામાં આવ્યા હતા જેમા સંજયગીરીએ મકાન નંબર 112 તારીખ 22/01/2018 ના રોજ 33,50,000/- માં બુક કરાવેલ હતુ અને એમાથી 16,50,000/- ચુકવી દીધેલ હતા અને બાકીના પૈસાના હપ્તાઓ ચાલુ છે, છતા પણ મકાનની સ્કીમ બહાર પાડનાર બીલ્ડરોએ દસ્તાવેજના ખર્ચ પણ વસુલ્યો છે છતા પણ મકાનનુ પજેસન નથી આપતા એટલે 3 બિલ્ડર વિરૂધ્ધ ઉંઝા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના આરોપસર ફરિયાદ નોઁધાવી છે.
આ પણ વાંચો – પ્રેમ પ્રકરણમાં કરપીણ હત્યા! દેત્રોજમાં કેનાલમાંથી યુવકની પથ્થરથી બાંધેલી લાશ મળી
જાણવા મળી રહ્યુ છે કે આ ત્રણ બીલ્ડર જેમના નામ કીરીટભાઈ પરષોત્તમભાઈ પટેલ, મનુભાઈ પ્રહલાદભાઈ પટેલ, કમલેશ કાન્તીલાલ પટેલ છે જેમને બીજા અન્ય શખ્સો પાસેથી પણ પૈસા લઈ મકાનના દસ્તાવેજ કે પજેશન હજુ સુધી નથી આપ્યા જેથી તેઓની વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 406,114,420 મુજબ ગુન્હો દાખલ કરી પોલીસ દ્રવારા તપાસ હાથ ધરાઈ છે.