અમદાવાદની પરીણિતાએ નંદાસણ રહેતાં પતિ અને સાસરીયો સામે મારઝૂડની ફરીયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ મૂળ અમદાવાદની યુવતિના લગ્ન સતલાસણાના યુવક સાથે થયા હતા. જે બાદમાં યુવતિ સહિતના તેના સાસુ-સસરા નંદાસણ રહેતાં હોઇ ત્યાં આવ્યા હતા. જ્યાં પરીણિતાને અવાર-નવાર કોઇને કોઇ વાતે મારઝૂડ કરતાં હતા. જે બાદમાં ગત દિવસોએ પરીણિતાને ફોનમાં વાત કરવાને લઇ મારઝૂડ કર્યા બાદ તેના પિતા પરીણિતાને અમદાવાદ લઇ ગયા હતા. આ તરફ હવે પરીણિતાએ પતિ સહિત કુલ 6 લોકો સામે ફરીયાદ નોંધાવતાં નંદાસણ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જીલ્લાના કડી તાલુકાના નંદાસણ ગોકુળપુરાના સાસરીયાઓ સામે અમદાવાદની પરીણિતાએ ફરીયાદ નોંધાવી છે. મૂળ અમદાવાદની યુવતિના લગ્ન સતલાસણા તાલુકાના આંબાગાટા ગામના ઠાકોર મનોજકુમાર સાથે થયા હતા. જે બાદમાં બાળકોના જન્મ બાદ તેના સાસરીયાઓ અવાર-નવાર ત્રાસ આપતાં હતા. આ તરફ તેઓ નંદાસણના ગોકુળપુરા ગામે રહેતાં હોઇ પરીણિતા અને તેનો પતિ પણ ત્યાં તેમની સાથે રહેતાં હતા. આ દરમ્યાન ગત રપ મેના રોજ સવારે પરીણિતાને ફોન પર વાત કરવાને લઇ તેના પતિએ ઝઘડો કર્યો હતો.
25 મેના રોજ ફોન બાબતે ઝઘડા બાદ રાત્રે પરીણિતાના સાસરીયાઓએ તેમના ઘરે જઇ પરીણિતાને ધમકાવી હતી. આ સાથે તમામે ભેગા મળી ધક્કે ચડાવી ગડદાપાટુનો માર માર્યો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. સમગ્ર મામલે પરીણિતાએ પોતાના પતિ સહિત કુલ 6 વ્યક્તિ સામે નંદાસણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આઠ વ્યક્તિ સામે આઇપીસી કલમ 498A, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.