અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

ક્રૂડ પામતેલમાં 45,290 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

October 21, 2021

સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલઃ કોટન, મેન્થા તેલ વધ્યાઃ રબરમાં ઘટાડોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 65 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 144 પોઈન્ટની મૂવમેન્ટ

(નૈમિષ ત્રિવેદી) મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,25,245 સોદાઓમાં કુલ રૂ.12,030.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 65 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 144 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 54,672 સોદાઓમાં કુલ રૂ.3,661.67 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,355ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,477 અને નીચામાં રૂ.47,320 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.175 વધી રૂ.47,455ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.67 વધી રૂ.38,102 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.4,718ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,260ના ભાવે ખૂલી, રૂ.149 વધી રૂ.47,345ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,420 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,826 અને નીચામાં રૂ.64,386 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.266 વધી રૂ.64,716 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.270 વધી રૂ.64,878 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.270 વધી રૂ.64,864 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 18,496 સોદાઓમાં રૂ.3,463.17 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.25 ઘટી રૂ.244.75 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.40 ઘટી રૂ.295ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.13.30 ઘટી રૂ.778.85 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.13.8 ઘટી રૂ.1,537.60 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.1.65 ઘટી રૂ.188ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 26,838 સોદાઓમાં કુલ રૂ.2,430.06 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,186ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,192 અને નીચામાં રૂ.6,112 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.110 ઘટી રૂ.6,118 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.4.10 ઘટી રૂ.375.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 4,174 સોદાઓમાં રૂ.595.31 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,660ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1660 અને નીચામાં રૂ.1660 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25 ઘટી રૂ.1,660 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,545 અને નીચામાં રૂ.17,340 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.42 ઘટી રૂ.17,458ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,115ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1136.60 અને નીચામાં રૂ.1113.80 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.1130 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.923.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.100 વધી રૂ.30,710 બોલાઈ રહ્યો હતો.  

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 10,680 સોદાઓમાં રૂ.1,989.61 કરોડનાં 4,197.800 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 43,992 સોદાઓમાં કુલ રૂ.1,672.06 કરોડનાં 258.353 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.534.65 કરોડનાં 21,820 ટન, જસતના વાયદાઓમાં રૂ.496.02 કરોડનાં 16,840 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,467.90 કરોડનાં 18,775 ટન, નિકલના વાયદાઓમાં રૂ.810.59 કરોડનાં 5,257.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.154.01 કરોડનાં 8,180 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 9,647 સોદાઓમાં રૂ.901.53 કરોડનાં 14,66,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 17,191 સોદાઓમાં રૂ.1,528.53 કરોડનાં 4,00,61,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 873 સોદાઓમાં રૂ.76.31 કરોડનાં 25125 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 273 સોદાઓમાં રૂ.9.19 કરોડનાં 99 ટન, રબરના વાયદાઓમાં 39 સોદાઓમાં રૂ.0.68 કરોડનાં 39 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,988 સોદાઓમાં રૂ.509.10 કરોડનાં 45,290 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,572.342 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 604.215 ટન, એલ્યુમિનિયમમાં 15,180 ટન, જસત વાયદામાં 8,635 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,8300 ટન, નિકલ વાયદામાં 2,668.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,005 ટન, ક્રૂડ તેલમાં 5,59,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,14,46,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 124 ટન, કોટનમાં 136475 ગાંસડી, મેન્થા તેલમાં 453.6 ટન, રબરમાં 41 ટન, સીપીઓમાં 82,700 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,368 સોદાઓમાં રૂ.223.52 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 761 સોદાઓમાં રૂ.63.22 કરોડનાં 887 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,413 સોદાઓમાં રૂ.144.48 કરોડનાં 1,639 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,944 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 751 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,212ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,277 અને નીચામાં 14,212ના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 71 પોઈન્ટ વધી 14,272ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 17,655ના સ્તરે ખૂલી, 144 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 205 પોઈન્ટ ઘટી 17,599ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 18,697 સોદાઓમાં રૂ.1,656.35 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.160.13 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.64.42 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,431.02 કરોડનાં કામકાજ થયાં હતાં.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
2:38 am, Dec 7, 2024
temperature icon 17°C
overcast clouds
Humidity 36 %
Pressure 1012 mb
Wind 3 mph
Wind Gust Wind Gust: 3 mph
Clouds Clouds: 100%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:10 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0