વિસનગર તાલુકાના ભાન્ડુ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના કોવિડ કેર સેન્ટર નો પ્રારંભ

May 8, 2021

વિસનગર

વિસનગર તાલુકાના ભાન્ડુ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના કોવિડ કેર સેન્ટર નો પ્રારંભ
મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની મહેસાણા જિલ્લાએ આગેવાનીન લીધી છે. જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે. ગામમાં કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે સરકાર દ્વારા શરૂ કરેલ મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાનને જિલ્લામાં નાગરિકો,દાતાશ્રીઓ અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આવકાર મળી રહ્યો છે.


મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે એલ.સી.આઇ.ટી,પાટીદાર વિકાસ મંડળ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. આજે મહેસાણા જિલ્લાના સાંસદ શ્રી શરદાબેન પટેલ, વિસનગરના ધરાસભ્યશ્રી ઋષિકેશભાઈ પટેલે ભાંડુ એલ સી આઈ ટી વિધ્યા સંકુલના સંચાલક અને ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ પટેલના સહયોગથી ખુલ્લુ મૂકી સેવા પરમો ધર્મના મંત્ર સાથે ગામના યુવકો દ્વારા શરૂ કરેલે કોવિડ કેર સેન્ટર અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ કોવિડ કેર સેન્ટરમાં હાલ 35 દર્દીઓ 8 મિનિ ઓક્સિજનરેટર દાતાઓની ઉદાર સખાવતથી ઉપલબ્ધ કરાયા છે. દાખલ કોરોના ગ્રસ્તો માટે આઇસોલેશન રૂમ, જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા, મેડીકલ સ્ટાફ દ્વારા રૂટીન ચેકએપ, હાઉસકીપીંગની વ્યવસ્થા, બાયોમેડીકલ વેસ્ટની વ્યવસ્થા સહિત દરેક રૂમમાં નાશ લેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ કેર ના સંચાલકોએ અને દાતાઓએ ૧૦૦ બેડ ની વ્યવસ્થા જરૂર પડ્યે કરી આપવાની તત્પરતા સ્થાનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી પટેલ સમક્ષ વ્યક્ત કરી હતી.

કોવિડના દર્દીઓની દરરોજ મેડીકલ ઓફિસરથી કે જરૂર પડ્યે અન્ય સ્પેસિયાલિસ્ટ ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સેન્ટરમાં નર્સની ફરજીયાત હાજરી તેમજ આરોગ્ય શાખાના કર્મયોગીઓ દ્વારા થર્મલ ગનથી તાપમાન,પ્લસ ઓક્સોમીટરથી ઓક્સિજન સ્તર સહિતની જનરલ આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. વધુમાં જો કોવિડ કેર સેન્ટરમાં દર્દીની હાલત નાજુક થાય તો અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં માટે એમ્બ્યુલન્સ વાનની ખાસ સગવડ આપવામાં આવી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0