કુષી બીલના વિરોધમા ખેડુતો આંદોલન કરી રહ્યા છે ત્યારે ગુજરાત કોન્ગ્રેસ દ્વારા પણ બીલના વિરોધમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. કૃષી બીલના વિરોધમાં કોન્ગ્રેસ દ્વારા 6 ડીસેમ્બરના રોજ પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનેક કોન્ગ્રેસી નેતાઓએ વિરોધમાં સંબોધન કર્યુ હતુ. જેમાં કોન્ગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ કંગના રાણાવત ઉપર તેના ટ્વીટને કારણે આડેહાથ લીધી હતી.
કંગના રાણાવતે ખેડુતોના આંદોલનને બદનામ કરવા માટે ટ્વીટ કરી ખોટી માહીતી તથા તસ્વીરો શેર કરી હતી જેમાં તેને ટાઈમ મેગેજીનમાં ટોપ 100 લોકોમાં સ્થાન પામેલ સીએએ પ્રોટેસ્ટની બીલકીશ બાનોને ખેડુતોના આંદોલનમાં આંદોલનકારી તરીકે શેર કરી હતી. જે મામલે કંગનાને લીગલ નોટીસ પણ મળી હતી. કંગના રાણાવતે તેના ટ્વીટ માં લખ્યુ હતુ કે આ દાદી 100-100 રૂપીયા લઈને પ્રોટેસ્ટમાં ભાગ લેવા માટે આવે છે. પંરતુ તેને કરેલી દાદીની તસ્વીર તથા માહીતી તદ્દન ખોટી હોવાથી બાદમાંં કંગનાએ તેને કરેલુ ટ્વીટ ડીલીટ કરી દીધુ હતુ. આ મામલે અર્જુન મોઢવાડીયાએ કહ્યુ હતુ કે કંગના આડા રસ્તે ચડી છે. એને આદત હશે એટલે તેને આવા શબ્દો વાપર્યા હતા.
માત્ર ખેડુતોના આંદોલનને જ નહી પંરતુ છેલ્લા ઘણા આંદોલનને બદનામ કરવા માટે તેને સમર્થન કરવા વાળાને અલગ અલગ ગેંગની ટેગલાઈન આપવાનો ટ્રેન્ટ શરૂ થઈ ગયો છે.એવામાં આંદોલન કરી રહેલા ખેડુતોને ખાલીસ્તાનીઓ કહેવાઈ રહ્યા છે. આ મામલાને પણ અર્જુન મોઢવાડીયાએ તેમના ભાષણમાં આ મુદ્દો ઉઠાવી કહ્યુ હતુ કે ભાજપે કોઈને અર્બન નક્શલ કહ્યા,કોઈને ટુકડે ટુકડે ગેંગ, એવોર્ડ વાપસી ગેંગ, કોઈને પાકીસ્તાનની ગેંગ કહી પરંતુ આજે બધા લોકો ભેગા મળી ભારતીય જનતા પાર્ટીને ઝુકાવા એકઠા થયા છે.
આંદોલન કરી રહેલા ખેડુતોને ખાલીસ્તાની, આંતકવાદી કહેવાઈ રહ્યા છે એવામાં અનેક લોકો એવા વિશેષણનો પણ વિરોધ કરી રહ્યા છે. પંજાબી-બોલીવુડ એક્ટર સીંગર દીલજીત દોસાંગે ટ્વીટ કરી ખાલીસ્તાની તથા આંતકવાદી કહેનારાને જવાબ આપ્યો હતો કે અમે ખુડુતો છીયે આંતવાદી નહી.
WE ARE FARMERS 🙏🏾
— DILJIT DOSANJH (@diljitdosanjh) December 1, 2020
NOT TERRORISTS 🙏🏾#farmerprotest #standwithfarmerschallenge pic.twitter.com/nvPbt37jZE
અર્જુન મોઢવાડીયાએ વધુમાં કહ્યુ હતુ કે ગુલામ બનાવવાની કામગીરી ગુજરાતમાથી શરૂ થઈ હતી જેને આપણે સ્વીકારી લીધી પરંતુ પંજાબ – હરિયાણાના ખેડુતોએ ગુલામી નહી સ્વીકારી એટલે જ તેઓ આંદોલન કરી રહ્યા છે. કોઈની તાકાત નથી તેમને દિલ્લીની બોર્ડર ઉપરથી હટાવી શકે ડરાવી શકે.