હાલમાં દેશમાં કોરોનાની કપરી પરિસ્થિતી ચાલી રહી છે. જેથી બધા કામકાજ ધીમી ગતીએ થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આર.ટી.ઓ. કચેરીને લગતા દસ્તાવેજોની વેલીડીટી તા. ૩૧ મી ડિસેમ્બર સુધી લંબાઈ દીધી છે.તેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આર.ટી.ઓ. કચેરી (વાહન) ને લગતા દસ્તાવેજોની વેલીડીટી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી વધારવામાં આવી છે.
આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ
આ વાઈરસની અસર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, પાલનપુર ખાતેના પાંચ અધિકારી/કર્મચારીઓ ઉપર પણ થવા પામી હતી જેમાં આ કચેરીના કર્મચારીઓના કોવિડ-૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેથી આવશ્યક કામગીરી હોય તો જ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, પાલનપુરની મુલાકાત લેવા જાહેર જનતાને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ વાહનચાલકોને અપીલ કરી હતી.