કડી મામલતદાર કચેરીની મુલાકાતમાં કલેક્ટરનો આદેશ – કર્મચારીઓએ અઠવાડીયામાં ત્રણ દિવસ રાશન દુકાનોની તપાસણી કરવી !

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ કડી ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મામલતદાર કચેરી કડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મામલતદાર કચેરીમાં અરજદારોને આપવામાં આવતી સેવાઓની જાત માહિતી મેળવી હતી. આ ઉપરાંત મામલતદાર કચેરીની વિવિધ શાખાઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 

જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સહિત એન.એફ.એસ.એ અંતર્ગત લાભાર્થીઓને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરેક લાભાર્થીને તેના હક્કનું અનાજ મળે તે જોવાની આપણી પ્રાથમિક ફરજ છે. તેમણે મામલતદાર કચેરીના અધિકારીઓને સપ્તાહમાં ત્રણ દિવસ સરકારી રાશનની દુકાનોની મુલાકાત લઇ તપાસણી કરવા આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો – નારી ગૌરવ દિવસની સમાનંતરે મહિલા સંરક્ષણ અને અધિકાર બાબતે મહિલા કોગ્રેસની કલેક્ટરને રજુઆત

 જિલ્લા કલેકટરે મામલતદાર કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી જણાવ્યું હતું કે અરજદારોની રજૂઆતોને ગંભીરતાથી લઇ તેનો હકારત્મક પ્રતિસાદ આપવો જોઇએ. છેવાડાના માનવીને સરકારની યોજનાઓનો લાભ મળે તે દિશામાં આપણે સૌએ કામ કરવું જોઇએ તેમ જણાવી અધિકારી,કર્મયોગીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.  જિલ્લા કલેકટરની મુલાકાત દરમિયાન પ્રાન્ત અધિકારી કેતકીબેન વ્યાસ સહિત મામલતદાર તેમજ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.