બાળકોને શીક્ષણ આપવા DTH અને TV સેટનુ દાન એકત્ર કર્યુ, પ્રાથમિક શિક્ષણની ટીમનો નવતર સેવાકીય પ્રયોગ

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોનાએ પણ નાગરિકોને એક બીજાને મદદ કરવા માટે પ્રેરણા આપી છે. કોરોનાની આ  વૈશ્વિક મહામારીમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે બાળકોને નિરંતર શિક્ષણ મળી રહે તે માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સમયે દરેક બાળકને ઓનલાઇન શિક્ષણ મળે તેવા ઉમદા આશયથી વિસનગર શહેર તેમજ તાલુકામાં જરૂરીયાતમંદ વિસ્તારોમાં ડી.ટી.એચ અને ટીવી સેટ દાતાઓ દ્વારા અપાઇ રહ્યું છે. વિસનગર તાલુકામાં આ પ્રકારનું સરાહનીય કામ સી.આર.સી કોર્ઓડિનેટરના પ્રયાસોથી થઇ રહ્યુ છે.

ચલો જલાયે દિપ જહાં  અભિ ભી અંધેરા હે… વિસનગર તાલુકાના સી.આ.સી કોર્ડિનેટર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી કોર્ઓડિનેટર સહિત વિસનગર તાલુકા પ્રાથમિક શિક્ષણના કર્મયોગીઓની પ્રેરણા અને માર્ગદર્શનથી વિસનગર તાલુકામાં કામ કરાઇ રહ્યું છે. વિસનગર તાલુકામાં સી.આર.સી કોર્ઓડિનેટ અને તેમની ટીમ દ્વારા 24 સ્થળોએ ટીવી અને ડી.ટી.એચનો સેટ લગાવેલ છે. આજે આ 24 સ્થળોએ બાળકો નિરંતર ઓનલાઇન શિક્ષણ મેળવતા થયા છે.

આ પણ વાંચો – G-mailમાં માહિતી સેન્ડ કરતા કોઈ ભુલ રહી ગઈ હોય તો, સુધારો કેવી રીતે કરવો?

વિસનગર તાલુકાના શિક્ષણના કર્મયોગીઓની ટીમ દ્વારા વોટસઅપના માધ્યથી ડી.ટી.એચના દાનની અપીલ કરાઇ જેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ટીમ દ્વારા જુના ટીવીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ટીવીનો ખર્ચ આવતો નથી. દાતાઓ દ્વારા પણ પોતાના ઘરમાં રહેલા જુના ટીવી આપવામાં આવી રહ્યા છે. આ ટીમ દ્વારા આ ટીવી સાફ-સફાઇ કે રીપેરીંગ કરાવી અને નવા ડી.ટી.એચ જોડાણ સાથે તેને અલગ અલગ જરૂરીયાતમંદ વિસ્તારમાં મુકવામાં આવે છે. જેનો અનેક બાળકો આજે લાભ લઇ રહ્યા છે.

આ પ્રકારના અનોખા દાનમાં રોટરી ક્લબ  સહિત વ્યક્તિગત દાતાઓનો પણ સહયોગ મળ્યો છે. વિસનગર તાલુકાના કમાણા, નરસિંગપુરા અને ઇયાસરા ગામમાં ટીવી અને ડી.ટી.એચ સેટ દ્વારા બાળકો શિક્ષણ મેળવતા થયા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.