મોંઘવારીમાં એકધારા માર વચ્ચે રાહતના સંકેત CNG-PNG 10 ટકા સસ્તો થશે

શેર કરવા અહીં ક્લિક કરો.

સીએનજી તથા પીએનજીમાં 10 ટકાનો ભાવ ઘટાડો થવાની શકયતા છે

કેન્દ્ર સરકારે ગેસની કિંમત નિયત કરવાની નીતિમાં બદલાવ કર્યો

ગરવી તાકાત, તા. 07- ખાદ્યચીજોની માંડીને વિવિધ પ્રોડકટોમાં મોંઘવારીના ભરડા વચ્ચે રાહતના સંકેત હોય તેમ સીએનજી તથા પીએનજીમાં 10 ટકાનો ભાવ ઘટાડો થવાની શકયતા છે. છે.નવી નીતિ અંતર્ગત પાઈપલાઈનથી અપાતા રાંધણગેસ તથા સીએનજી માટે મહતમ ભાવ મર્યાદા નિયત કરવામાં આવી છે.જેથી કિંમતમાં તૂર્ત ઘટાડો થશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારનો આ નિર્ણય ઘણો મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઘરેલુ કુદરતી ગેસની કિંમતો નકકી કરવા માટે કિરીટ પારેખ કમીટી બનાવવામાં આવી હતી. તેની ભલામણોને કેબીનેટે મંજુરી આપી દીધી છે જેને પગલે સીએનજી-પીએનજીમાં 10 ટકાનો ઘટાડો થઈ શકે છે.ગેસનાં ન્યુનતમ તથા અધિકતમ ભાવ પર મર્યાદા રહેશે.નવી નીતિ અંતર્ગત કુદરતી ગેસની કિંમત હવે ભારતીય ક્રુડ બાસ્કેટની કિંમતના આધારે નકકી થશે જે અત્યાર સુધી આંતર રાષ્ટ્રીય ધોરણે નકકી થતી હતી. હવે વૈશ્વીક ઉથલપાથલની ભારતીય કિંમત પર અસર નહિં થાય.

સુત્રોના કહેવા પ્રમાણે આવતીકાલ કે એકાદ દિવસમાં જ સીએનજી-પીએનજીના ભાવ ઘટી શકે છે. પીએનજીમાં 10 ટકા તથા સીએનજીમાં પ્રતિકિલો 5 થી 6 રૂપિયાના ઘટાડાની શકયતા છે. બન્ને ઈંધણનાં ભાવ પણ દર મહિને બદલાશે.નવી નીતિમાં સરકાર દ્વારા ઘરેલુ નેચરલ ગેસની કિંમતને આંતર રાષ્ટ્રીય ગેસની બદલે આયાતી ક્રુડ સાથ લીંક કરવામાં આવી છે. ગેસની કિંમત હવે ભારતીય ક્રુડ બાસ્કેટનાં આંતર રાષ્ટ્રીય ભાવ કરતા 10 ટકા હશે અને દર મહિને ભાવ નિયત કરવામાં આવશે.

આ ફોર્મ્યુલાથી વપરાશકારો તથા ઉત્પાદકો બન્નેનું હિત જળવાવાનો દાવો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ગેસની કિંમત દર 6 મહિને નવી નકકી થતી હતી તે હવે દર મહિને નિયત કરાશે. ભારતના ક્રુડ બાસ્કેટની એક માસની સરેરાશ કિંમતનાં આધારે ગેસના ભાવ નકકી થશે.અત્રે ઉલ્લેખનીય છે કે ગેસની કિંમત માટે નવી ફોર્મ્યુલા ઘડવા કેન્દ્ર સરકારે અર્થશાસ્ત્રી કિરીટ પારેખના નેતૃત્વમાં ઓકટોબર 2022 માં કમીટી બનાવી હતી. કમીટીએ ભલામણો સાથે રીપોર્ટ સોંપ્યો હતો. 2020 માં 8.57 ડોલર થતા સરકારે કમીટી બનાવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.