મહેસાણામાં AAPની તિરંગા યાત્રા સીએમ કેજરીવાલે કહ્યુ, ગુજરાત પરિવર્તન ઈચ્છે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓએ બેઠકો, સભા અને રોડ શો શરૂ કરી દીધા છે. ત્યારે મહેસાણા સિવિલથી તોરણવાળી ચોક સુધી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો યોજ્યો. આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની જનતા રાજકીય પરિવર્તન ઈચ્છે છે અને ભાજપને ઠીક કરવાની એકમાત્ર દવા આમ આદમી પાર્ટી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મહેસાણામાં ત્રિરંગા યાત્રા કાઢી રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપ માત્ર તેમની પાર્ટીથી ડરે છે. કારણ કે, તે પ્રામાણિક અને દેશભક્ત પાર્ટી છે.

તેમણે આરોપ લગાવ્યો છે કે, જ્યારે લોકો શાસક પક્ષના વિરોધમાં બોલે છે તો, ભાજપ ગુંડાગર્દીનો સહારો લે છે. તેમણે કહ્યું કે, હવે ગુજરાત ભાજપ અને તેની ‘બહેન’ કોંગ્રેસથી તંગ આવી ગયા છે અને લોકો પરિવર્તન ઈચ્છે છે.

કેજરીવાલે એ પણ કહ્યું કે, ગુજરાત એક બદલાવ તરફ જઈ રહ્યું છે. ભાજપને ઠીક કરવાની એક જ દવા છે અને તે છે આમ આદમી પાર્ટી. કેજરીવાલે આરોપ લગાવ્યો કે, ભાજપના સાચા મુખ્યમંત્રી તો ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ જ છે જે સરકાર ચલાવી રહ્યા છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલ માત્ર નામના મુખ્યમંત્રી છે. આ દરમિયાન કેજરીવાલે એ પણ દાવો કર્યો કે, ગુજરાતમાં લોકો મોટી સંખ્યામાં આપમાં સામેલ થઈ રહ્યા છે કારણ કે, પાર્ટીનું સંગઠન ગામ શહેર અને બૂથ સ્તર પર મજબૂત થઈ રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વર્ષેના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. આમ આદમી પાર્ટી પોતાને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે.  તેને ધ્યાનમાં રાખીને જ કેજરીવાલે આ રોડ શો કર્યો હતો. એક્સપર્ટનું માનવું છે કે, જો મહેસાણામાં આપને એન્ટ્રી મળી જાય તો આસપાસના જિલ્લાઓમાં પણ આપને સારી સફળતા મળી શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.