મહેસાણામાં રબારી સમાજ દ્વારા CMની 101 કિલો ચાંદીથી રજત તુલા – રબારી સમાજને જે કામ પડે એ કરાવી જવુ : CR Paatil

શેર કરવા અહીં ક્લિક કરો.
રબારી સમાજ દ્વારા વાળીનાથ ધામ, તરભ ખાતે પરમ પૂજ્ય મહંત જયરામગિરી બાપુ તથા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનું ‘રજતતુલા’ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને 101 ચાંદીથી તોલવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીઆર પાટીલ સહીત અનેક લોકો હાજર રહ્યા હતા. 
 
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલ વાળીનાથ મહાદેવના મંદિર ખાતે  ગુજરાત રબારી સમાજ દ્વારા  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રજતતુલા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે રબારી સમાજ ખૂબ જ બુદ્ધિશાળી સમાજ છે. આ સમાજ સમજણ સાથે સમાધાનને રસ્તે ચાલે છે એટલે જ આટલી સારી પ્રગતિ કરી શક્યો છે.

મુખ્યમંત્રીની રજતતુલા કરવામાં આવી છે. સીએમને 101 કીલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. જેમા સીએમએ આ ચાંદીનો વપરાશ સમાજના યુવાનોના ઉચ્ચશિક્ષણ કાર્યો અને વાળીનાથ મંદિરના વિકાસ માટે વપરાય તેવો અનુરોધ કર્યો હતો, તેમણે કહ્યું કે રબારી સમાજના  પ્રેમનો સદાય હું ઋણી રહીશ.

આ પ્રસંગે નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ કે, ખૂબ જ સરળ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સૌ સમાજના વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. તેમણે કહ્યું કે રબારી સમાજ સમગ્ર દેશમાં ફેલાયેલો છે. સમયની સાથે રબારી સમાજ સામાજિક અને આર્થિક રીતે સદ્ધર બની રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલે પોતાની સ્પીચમાં જણાવ્યુ હતુ કે, અમારા મુખ્યમંત્રી સારા સ્વભાવના છે જેથી અમારે તેમની ઉપર વોચ રાખવી પડે છે. જેથી કોઈ તેમની પાસે આવીને કોઈ કામની હા ના પડાવી જાય. સીઆર પાટીલે વધુમાં એમ પણ ઉમેર્યુ હતુ કે, રબારી સમાજને જે કામ પડે એ કરાવી જવુ. સાચુ ખોટુ અમે જોઈ લેઈશુ. ખોટુ કામ થતુ નથી પરંતુ તમારે ગભરાવવાની જરૂર નથી.               

આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને  જગદીશભાઈ વિશ્વકર્મા, મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષ નેતા પ્રવીણ કેળકરજી,  સ્વામી દશરથગીરી બાપુ, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.