ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં સરકાર પણ પોતે વહીવટમાં પારદર્શી હોવાનુ ચીત્ર ઉભુ કરવાં અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 4 અથવા તેની વધુ સમય એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓી બદલી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સચિવાલયના વિભાગો તથા તેમના હસ્તક આવતી કચેરીઓના વર્ગ 1 અને 2ના કર્મચારીઓની યાદી મંગાવામાં આવી છે.
તમને જણાવી દઈયે કે, ગુજરાત સરકારના અનેક વિભાગો એવા છે જેમાં કર્મચારીઓ લાંબા સમયથી એક જ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં મહેસુલ, ગૃહ, ઉધોગ, સામાન્ય વહીવટ, શહેરી વિકાસ જેવા મહત્વના ડીપાર્ટમેન્ટ સામેલ છે. આ સીવાય પણ જે અધિકારીઓ રીટાયર્ડ થઈ ગયા છે તેમને પણ એક્ષટેન્શેન આપી ડીપાર્ટમેન્ટના વહીવટનુ કામ લેવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈયે કે, આ એક્ષટેન્શન પર ફરજ બજાવતા અધિકારીઓને તગેડી મુકવાની માંગ પણ ઉઠી છે જેથી નવા અધિકારીઓને મોકો મળે. પરંતુ આ તમામ અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ગ 1 – 2ના કર્મચારી 4 કે તેથી વધુ વર્ષ સુધી એક જ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હોવાથી CMO માં પણ આ મામલે ફરિયાદો થઈ હતી. જેથી આવા લાંબા સમયથી એક જ વિભાગમાં કામ કરતા હોવાથી આવા અધિકારીઓ સ્થાપિત હીત ધરાવતા થઈ ગયાની ફરિયાદ આધારે બદલીની વિચારણના શરૂ કરાઈ છે.