ભાવનગરની મુખ્યમંત્રીની ઈકોન્ફરન્સ
ગરવી તાકાત, ગાંધીનગર

આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર શહેરમાં રૂ.૨૫૫.૬૧ કરોડના ખર્ચે હાથ ધરાયેલ કામો ફ્લાય ઓવર, પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧,૩૩૨ આવાસોનું ઈ-ખાતમુહૂર્ત તથા ગંગાજળિયા તળાવનું રી-ડેવલપમેન્ટ, રૂવા-આનંદનગર અને તરસમીયા હેલ્થ સેન્ટરનું ઈ- લોકાર્પણ કર્યુ.

મુખ્યમંત્રીશ્રીએ તેમના વક્તવ્યમાં ભાવનાગરના જુના વારસાને યાદ કર્યો હતો, વધુમાં જણાવ્યુ હતુ કે, ભાવનગરે કોરોના સંક્રમણને ખાળવા શ્રેષ્ઠ કામગીરી કરી છે. કર્મચારી, અધિકારી તથા લોકોના સહિયારા પ્રયાસથી આજે ગુજરાતમાં અન્ય રાજ્યોના પ્રમાણમાં કોરોના અંગે અસરકારક કામગીરી થઈ છે અને તેથી જ ગુજરાતનો રિકવરી રેટ દેશમાં સૌથી ઊંચો છે. કોરોના સંક્રમણને ખાળવા ગુજરાતની રણનીતિ સફળ રહી છે. મૃત્યુ દર ઘટયો છે તેમજ પોઝિટીવીટી રેટ પણ હવે ઘટવા માંડયો છે.

આ પણ વાંચો – માણાવદરના મહિલા પ્રમુખે ધસમસતા પાણીમાં ઊતરી તણાઈ રહેલા પ્રાણીને બહાર કાઢ્યુ

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતની સરકાર પારદર્શક, સંવેદનશીલ અને લોકહિતને ધ્યાને રાખી ત્વરિત નિર્ણય લેનારી સરકાર છે. લોકોની લાગણીને સમજી તેમની આશા-આકાંક્ષાઓ પૂર્ણ કરવા કટિબધ્ધ છે.ભાવનગર શહેર  Is of doing નહિ પણ Is of living માં પણ શ્રેષ્ઠ બને તેવી અભ્યર્થના કરી હતી.

આ પણ વાંચો – સી.આર.પાટીલના પ્રવાસથી પાલનપુરને 50 કરોડનો ફાયદો થશે પણ રેલીમાં સૌરાષ્ટ્ર જેવા દ્રશ્યો નહી સર્જાય એની ખાતરી નથી મળી

રાજકોટની મુખ્યમંત્રીની ઈકોન્ફરન્સ

મુખ્યમંત્રીએ  રાજકોટ ખાતે પણ  486.29 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3078 યુનિટનું ઇ-લોકાર્પણ, પ્રજાલક્ષી કાર્યો જેવા કે, 3324 આવાસ યુનિટ, ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ, શાળા-આરોગ્ય કેન્દ્રની નવી ઈમારત, ડી.આઈ.પાઈપલાઈન, સ્ટ્રોમ વોટર પાઈપલાઈનનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતુ.

તેમને સૌરાષ્ટ્રની ઈ કોન્ફરન્સમા જણાવ્યુ હતુ કે રાજકોટમાં ખુણેખુણાનુ સર્વેલન્સ કરવા માટે સુચના આપેલ છે, કોરોના વાઈરસને લગતુ કામકાજ કરવા માટે અમદાવાદથી ડોક્ટરો રાજકોટ મોકલવામાં આવ્યા છે.અને સૌરાષ્ટ્ર ઉપર વિશેષ ધ્યાન આપવા ટીમ તૈયાર કરી છે.ભ્રષ્ટાચાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જમીનના ભુમાફિયાઓ ને લુખ્ખાઓ કહી સંબધ્યા હતા.