મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-4 જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.241.34 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લીધે ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના 119 ગામો અને ધાનેરા શહેરની 3,91,000 વસ્તીને પીવાના શુદ્ધ પાણીનો લાભ મળશે.
આ પણ વાંચો – સિંચાઈ યોજનાથી અમારા વડવાઓના સ્વપ્નાઓ સાકાર થશેઃતાપી-કરજણ લિંકનુ ખાતમુહુર્ત બાદ પ્રતીક્રીયા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે કોરોના સંક્રમણ કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી એમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે લોકકલ્યાણ માટે મજબૂત ઇચ્છાશક્તિ અને સુદ્રઢ આયોજનના લીધે વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમે જ કરીએ છીએ. તેમણે કહ્યું કે સરકારના દરેક અભિગમ અને અભિયાનમાં પ્રચંડ જનસમર્થન મળે છે પરિણામે તમામ ક્ષેત્રોમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લા માટે મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું કે, રૂ. 500 કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના 156 ગામોને નર્મદાનું પાણી અપાશે. તેમણે કહ્યું કે, દાંતા અને પાલનપુરના ૧૫૨ ગામો માટે ધરોઈ ડેમ આધારીત સુધારણા યોજનાના રૂ. 71 કરોડના કામો કરાશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના લોકોએ ભૂતકાળમાં પાણી માટે અપાર મુશ્કેલીઓ વેઠી છે પરંતુ હવે રાજ્ય સરકારના પ્રજા કલ્યાણ માટેના વિરાટ અભિયાનની લીધે બનાસકાંઠામાં પીવાના પાણીની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી ઘેર ઘેર નલ થી જળ અભિયાન દ્વારા પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ઊર્જા ક્ષેત્રની જેમ ગુજરાત પાણીના ક્ષેત્રમાં વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે.