ગુજરાત પર મેઘો મહેરબાન; ભારેથી અતિભારે વરસાદની આગાહી

June 28, 2024

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી ગરમીમાં ઘણી રાહત મળી છે. આજે હવામાન વિભાગની વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે

ગરવી તાકાત, ગાંધીનગર તા. 28 – છેલ્લા બે દિવસથી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યમાં બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી ગરમીમાં ઘણી રાહત મળી છે. આજે હવામાન વિભાગની વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.

Valsad Rain: વરસાદે ખોલી તંત્રની પોલ,ટોલનાકા પાસે વરસાદી પાણી ફરી વળ્યા |  Sandesh

અત્યાર સુધીમાં 52% વરસાદ નોંધાયો  – છેલ્લા બે દિવસથી સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મઘ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે 1 જૂન થી 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો પરંતુ ચિંતાણો વિષય એ છે કે 1 થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48 ટકા ઓછો વરસાદ થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 90 મિલિમિટર વરસાદ થવો જોઈતો હતો.
 
સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી – હવામાન વિભાગ દ્વારા આજે પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ – દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 30 જુને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઈએ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0