માણાવદર સ્ટેશન પ્લોટના મુખ્ય રસ્તાનું આખરે ખાતમુહૂર્ત કરાયુ – પાંચ વર્ષથી આ રસ્તો બિસ્માર હતો !

શેર કરવા અહીં ક્લિક કરો.
માણાવદર નગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસકામોમાં પ્રમુખ તથા ચીફ ઓફિસરની ધગશ અને ઝડપી વિકાસની ખેવનાને કારણે માણાવદર નગરપાલિકા દ્વારા અનેક વિકાસ કાર્યોમાં ગતિ આવી છે. શહેરના તમામ રસ્તાઓ નું આધુનિકીકરણ,વીજ પ્રશ્નો, પાણીપ્રશ્ન વગેરે તરફ લક્ષ્ય કેન્દ્રિત કરાતા અનેક સમસ્યાઓ હતી તે આજે વિકાસમાં રૂપાંતરિત થઈ રહી છે.

માણાવદર ના તમામ રસ્તાઓ કોંક્રીટથી મઢાઇ રહ્યા છે. તેના જ એક ભાગરૂપે માણાવદર નો સ્લમ ગણાતો વિસ્તાર રેલવે સ્ટેશન પ્લોટમાં જવાનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો અને તેને સિમેન્ટ કોંક્રીટથી મઢવાની આવશ્યકતા હતી.આ અંગેની રજૂઆતો અહીંના આગેવાન નિર્મળસિંહ ચુડાસમાએ નગરપાલિકામાં કરતાં આ રસ્તો ત્વરીત ગતિથી આધુનિકીકરણ પામે તે માટે આ વિસ્તારના અગ્રણી નિર્મળસિંહ ચુડાસમાના હસ્તે જ આજરોજ તેનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. પાંચેક વર્ષ જેવા સમયથી આ રસ્તો ધીમે ધીમે ધોવાઈ જઈને ખાડા- ગાબડામાં ફેરવાઈ ગયો હોવાથી નિર્મળસિંહ ચુડાસમાએ તાત્કાલિક અસરથી આ રસ્તો નવેસરથી બનાવી લોકોને પડતી તકલીફોનું નિવારણ કરી સમસ્યાનો અંત લાવવા નગર પાલિકાને રજૂઆતો કરી હતી પાલિકાએ આ રજૂઆતોને તરત જ ધ્યાને લઇ આજે ખાતમુહૂર્ત કરાયું હતું.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.