ગુજરાતના વાતારવણાં અચાનક પલટો આવતાં ખેડુતો ચીંતીત બન્યા છે. જેમાં રાજ્યના અનેક ખેડુતોના પાકને નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી છે. અપર સાઇક્લોનિક સીસ્ટમના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણાની અનેક એપીએમએસીઓને બે દિવસ પુરતા તાળા મારી દેવામાં આવ્યા છે.
ગતરોજ હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના જીલ્લાઓને આગાહ કરવામાં આવ્યા છે. જેમાં કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આથી મહેસાણા જીલ્લાની અનેક એપીએમસીઓને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં કડી APMC ને 1 તથા 2 ડીસેમ્બરના રોજ, વિજાપુર APMC ને પણ બે દિવસ, ઉનાવા એપીએમસી આજે ચાલુ છે પરંતુ કાલે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીવાય ઉંઝાની APMC ચાલુ રાખવામાં આવશે પરંતુ વેપારીઓને તકેદારી રાખવા જણાવવામાં આવ્યુ છે.
કમોસમી વરસાદને પગલે ખેતીના પાકને નુકશાન પહોંચે નહી તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદને પગલે ખેડુતો ચીંતીત બન્યા છે. જેમાં પાટણ,બનાસકાંઠા, મહેસાણા સહીતના વિસ્તારમાં અનુક્રમે 331019, 593083, 29103 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યુ છે. જો માવઠુ પડે તો પાકને અસર થવાની સંભાવના છે. આ સીવાય એપીએમસીમાં ખુલ્લા શેડમાં પડેલા માલને પણ નુકશાન થવાની ભીંતી છે માટે માલને સુરક્ષીત જગ્યાએ ખસેડવા ભલામણ કરવામાં આવી છે.