વિસનગરના ગેલેક્ષી હબમાં પાસપોર્ટ વિજાની એજન્સી ચલાવતા એક વ્યક્તિ સાથે તેમના જ ક્લાયન્ટોએ કામ પુરુ ના થતા અપહરણ કરી મારપીટ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પ્રશાંત દરજી નામના વ્યક્તિને તેમના ક્લાયન્ટોએ પાસપોર્ટ/વિઝાની કામગીરી પુરી ના થતા પૈસા પાછા લેવાની બાબતે કીડનેપીંગ કરી મારપીટ કરી હતી.
વિસનગરના મીરાનીવાસમાં રહેતા દરજી પ્રશાંત રમેશભાઈ પાસપોર્ટ/વિઝાની કામગીરી ગેલેક્ષી હબ ખાતે કરે છે. તેઓ રાબેતા મુજબ તારીખ 01/12/2020ના રોજ તેમની ઓફિસે ગયા ત્યારે તેમને અગાઉ કામગીરી સોપનાર પટેલ વિનય, પટેલ અરૂણ, પટેલ બ્રીજેશ, પટેલ પ્રીતેશ ત્યા આવી પહોચ્યા હતા. ઉપરના તમામ ક્લાયન્ટોએ વિઝાની કામગીરી માટે નાણા પણ ચુકવી દીધેલા. પરંતુ આગળથી ટેકનીકલ કારણોસર તેમના વિઝાની કામગીરી અટકી પડતા તેઓએ પૈસા પાછા માંગેલ. જેથી દરજી પ્રશાંતે તેમના ક્લાયન્ટોને અઢધા પૈસા ચુકવ્યા હતા અને અઢધા બાકી રાખેલ . નાણાની ઉઘરાણી વારંવાર કરતા ક્લાયન્ટોને તેમના પૈસા નહી મળતા તેમને ભેગા મળી ગેલેક્ષી હબમાં આવી દરજી પ્રશાંત પાસેથી તેમના નાણા પાછા માગ્યા હતા. પરંતુ પૈસા નહી મળતા તેઓએ વિઝા એઝન્ટને બંધક બનાવી જે અન્ય લોકોના પૈસા બાકી હતા તેમને પણ ફોન કરી જાણ કરી હતી. અહિ વિઝા એજન્ટ સાથે મારપીટ કરી તેનેે બંધી બનાવી તીરૂપતી મેટ્રો મોલ ખાતે લઈ ગયેલા.
આ પણ વાંચો – કેમિકલયુક્ત પાણી અને ડસ્ટથી ખેતી તથા સ્વાસ્થ્યને નુકસાન થતા અબુંજા સામે આંદોલન
વિઝા એજન્ટ પ્રશાંત દરજીને મેટ્રો મોલથી રાત્રે 11 વાગ્યાની આસપાસ ફેમસ કાફે લઈ ગયેલા જ્યા તેને બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. બીજા દિવસના સવારે તમામ ક્લાયન્ટો જેમના નાણા અટવાઈ પડેલા તેઓ ભેગા મળી વિઝા એજન્ટ સાથે મારપીટ કરી તેમના પૈસાની માંગણી કરી રહ્યા હતા. એઝન્ટ પાસે પૈસાની સગવડ નહી હોવાથી તેની સાથે વધારે મારપીટ થઈ હતી. પંરતુ વિઝા એજન્ટના પીતાને અપહરણની જાણ થતા તેઓ પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલા જ્યા વિસનગર પોલીસે અપહરણના ગુનાસર 7 આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
આરોપીઓના નામ (1) વિનય કનુભાઈ પટેલ (2) અરૂણભાઈ બાબુભાઈ પટેલ (3) બ્રીજેશ પી. પટેલ (4) પ્રિતેશ અંબાલાલ પટેલ (5 વિવેક (6) શંભુભાઈ (7) પ્રથમ પંકજભાઈ બારોટ