— બંને પક્ષોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી
— તુ વરઘોડામાં અમને કેમ ધક્કો મારતો હતો તેમ કહીને હુમલો કર્યો : જાનથી મારી નાખવાની ધમકી આપી
ગરવી તાકાત હિંમતનગર: હિંમતનગરના સરોલી ગામે શનિવારે લગ્ન પ્રસંગે યોજાયેલા વરઘોડામાંથી પોતાના ઘરે જતા યુવકને રસ્તામાં ઉભો રાખી બે શખ્સોએ તુ વરઘોડામાં અમને કેમ ધક્કો મારતો હતો તેવુ જણાવી ગડદા પાટુનો મારમારી ડાબા ગાલના ભાગે પંચ મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
જયારે સામે પક્ષે વરઘોડામાં કોઈ બબાલ ન કરવા ઠપકો આપતા યુવકને ઉશ્કેરાઈ જઈ તલવાર વડે હુમલો કરી કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી હતી હુમલામાં ભોગ બનનાર ઈજાગ્રસ્તને હિંમતનગરની સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દરમિયાન હુમલાની ઘટના સંદર્ભે હિંમતનગર ગ્રામ્ય પોલીસે સોમવારે બન્ને પક્ષોની સામ સામે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર તાલુકાના સરોલી ગામના કરણસિંહ કાલુસિંહ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ શનિવારે સાંજે ૭ વાગ્યના સુમારે ગામના જ જસવંતસિંહ ચૌહાણના દિકરા સિધ્ધરાજસિંહના લગ્નના વરઘોડામાં ગયા હતા તે દરમિયાન પ્રસંગ પુરો થતા ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અતુલસિંહ ચૌહાણ તથા ફુલસિંહ ચૌહાણે ઉભો રાખી તુ વરઘોડા અમને કેમ ધક્કો મારતો હતો તેવુ જણાવી હુમલો કરી ઝપાઝપી દરમિયાન પંચ દ્વારા ડાબા ગાલ પર ફેટ મારી ગાળો બોલી ગડદા પાટુનો મારમારતા આસપાસના ગામના લોકો દોડી આવતા બન્ને શખ્સો ભાગી છુટયા હતા.આજે તુ બચી ગયો છે પણ કયારેક ફળી મળી શ તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ હુમલાની ઘટના સંદર્ભે કરણસિંહ ચૌહાણે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવી હતી.
સરોલીના ફુલસિંહ કાંતિસિંહ ચૌહાણે સોમવારે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે.માં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રવિવારે વરઘોડામાં ઉભેલી છોકરાઓને વરઘોડામાં બબાલ ન કરવા બાબતે ઠપકો આપતા ગામના યોગેશજી ગોંવિદજી ચૌહાણ (રહે. સમૌ, તા. માણસા, જી.ગાંધીનગર) એ ઉશ્કેરાઈ જઈ તુ મને કોણ કહેવા વાળો છે તેમ જણાવી તલવાર વડે હુમલો કરતા ફુલસિંહ ચૌહાણને કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી. દરમ્યાન મહાવીરસિંહ રણજીત સિંહ ચૌહાણ (રહે. સરોલી, તા.હિંમતનગર) બચાવવા વચ્ચે પડેલા જસુબેનને ધક્કો મારી ઈજાઓ પહોંચાડતા આ હુમલાની ઘટના સંદર્ભે ફુલસિંહ ચૌહાણે બન્ને શખ્સો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસે સોમવારે બન્ને પક્ષોની સામ સામે ફરીયાદો નોંધાવી છે.