સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણનો બનાવ સામે આવ્યો છે. આ જુથ અથડામણમાં સામ સામે ઘર બાળી દેવાના પ્રયાસો પણ જૂથો દ્વારા કરાયાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે. આ ઘટનામાં સામાન્ય બાબતે બોલચાલી થયા બાદ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા અલગ અલગ સમાજ વચ્ચેના જૂથો બાખડી પડ્યા હતા
સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ ઝઘડામાં સામે સામે થયેલા હુમલામાં ૨ થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી બન્ને સમાજના લોકો વચ્ચે અંદરો અંદર બોલાચાલી થતી હતી. આ જુથ અથડામણમાં સામ સામે ઘર બાળી દેવાના પ્રયાસો પણ જૂથો દ્વારા કરાયાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે
આ ઘટનામાં સામાન્ય બાબતે બોલચાલી થયા બાદ ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા અલગ અલગ સમાજ વચ્ચેના જૂથો બાખડી પડ્યા હતા. જેમાં આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયેલી સાયલા પોલીસે ૨૪ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ જુથ અથડણની ઘટનાના મામલે ગામમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
[News Agency]