— ઘર્ષણમાં એક મહિલાને ઈજાઓ પણ પહોંચતાં સારવાર અર્થે ખસેડાઇ
– ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહિલાઓ દ્વારા વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા જતા પોલીસ દ્વારા તમેને અટકાવવામાં આવ્યા હ
ગરવી તાકાત ગાંધીનગર: ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે સેવાદળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહિલાઓ દ્વારા વિધાનસભા ગૃહનો ઘેરાવો કરવા જતા પોલીસે મહિલાઓને અટકાવી હતી. જેમાં પોલીસ અને મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં 30 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. ઘર્ષણમાં એક મહિલાને ઈજાઓ પણ પહોંચતાં સારવાર અર્થે ખસેડાઇ છે. હાલમાં આ અંગે કોંગ્રેસના નેતાઓ પણ એસપી કચેરી પહોંચ્યાં છે.
— પોલીસે મહિલાઓની અટકાયત કરી:
કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ દ્વારા રાજ્યમાં મહિલાઓ પર થતા ગેંગરેપ, દહેજ, આત્મહત્યાના બનાવો સહિતના અનેક અત્યાચારો વિરૂધ વિધાનસભા ગૃહને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસે મહિલા કાર્યકર્તાઓને અટકાવતાં મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઇને પોલીસ દ્વારા પ્રગતિ આહિર સહિતની સેવાદળની અન્ય મહિલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
— કોંગ્રેસના નેતાઓ પણ એસપી કચેરીએ પહોંચ્યાં:
બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોને ગાંધીનગર એસપી કચેરી અટકાયત કરીને લઈ જવાતા અહીં પણ મહિલા કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચારો શરૂ કરી દીધા હતા. પોલીસ સાથે ઘર્ષણ થતાં એક મહિલાને ઈજાઓ પણ પહોંચી હતી. જેને સારવાર અર્થે ખસેડાય હતી. તો હાલમાં કોંગ્રેસના નેતાઓ પણ એસપી કચેરીએ પહોંચ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, ધોળા દિવસે મહિલાઓના ગળા ન કપાય, કોઈ અસામાજિક તત્વ તેમની પર એસીડ ન ફેંકે. કોઈ એક તરફી પ્રેમમાં મહિલાઓના નાક ન કાપે. રાજ્યમાં મહિલાઓ અને દિકરીઓની સલામતી માટે સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી