મોટી તિરાડ તંત્રના આંખે દેખાતી જ નથીસિવિલ હોસ્પિટલ તંત્ર ઘોર નિંદ્રામાં છે

ગરવીતાકાત,સુરતઃ સિવિલ હોસ્પિટલમાં જર્જરીત બિલ્ડિંગના H -1 વોર્ડ તરફ જવાના દાદરના સિલિંગના પોપડા તૂટી પડ્યા હતાં. જેથી ભાગદોડ મચી ગઈ હતી. સિલિંગ પોપડા તૂટી પડતાં દર્દીઓનો ચમત્કારીક બચાવ થયો હતો. મોડી રાત્રે બનેલી ઘટનામાં કોઈ જાનહાની નહી.

તમામ વોર્ડની હાલત જર્જરીત સમાન: સુરત સિવિલ હોસ્પિટલમાં H -1 વોર્ડ તરફ જવાના દાદરના સિલિંગના પોપડા તૂટી પડ્યા હતા. જેથી દર્દીઓ અને તેના સંબંધીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. મોડી રાત્રે ઘટના બની હતી. દુર્ઘટના વખતે દર્દીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે, ખખડધ્વજ બિલ્ડિંગની પોલ ઉઘાડી પડી ગઈ હતી. વોર્ડ પણ જર્જરીત હોવાથી અનેક દર્દીઓના જીવ જોખમમાં છે. લગભગ તમામ વોર્ડની હાલત જર્જરીત સમાન છે. આખી બિલ્ડિંગની ગેલેરી અને બારીઓ પર મોટી તિરાડ તંત્રના આંખે દેખાતી જ નથી.