વિજાપુર નગરપાલીકામાં ભ્રસ્ટ ચીફ ઓફિસરની નિમણુંક રદ કરવા શહેરીજનોનુ વિરોધ પ્રદર્શન !

શેર કરવા અહીં ક્લિક કરો.

વિજાપુર નગરપાલિકામાં ચીફ ઓફિસરની નિમણુંકને લઈ વિવાદ સર્જાયો છે. જેમાં શહેરના જાગૃત નાગરીકો દ્વારા નવા ચીફ ઓફિસરની નિમણુંકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિજાપુર નગરપાલીકામાં જયેશ પટેલની ચીફ ઓફીસર તરીકે ચોથી વાર નિમણુક કરવામાં આવી છે. જેમાં તેમની ઉપર અગાઉ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા જેથી તેમની બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી તેમને વિજાપુરની નગરપાલીકામાં ચીફ ઓફીસર તરીકે નિમણુક આપવામાં આવતાં શહેરના લોકો દ્વારા આ ભ્રષ્ટાચારી ઓફીસરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

વિજાપુર નગરપાલીકામાં જયેશ પટેલની ચોથી વાર નિમણુક કરવામાં આવતાં શહેરના નાગરીકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ સીવાય શહેરીજનોએ નિયામક નગરપાલીકા, ગાંધીનગરને પત્ર લખી જયેશ પટેલની નિમણુકને રદ કરવા માંગ ઉઠાવી છે. જયેશ પટેલે વિજાપુર નગરપાલીકામાં અગાઉ ભ્રસ્ટાચાર આચરી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હતો, આ સીવાય ભરતીઓમાં ગોટાળો આચર્યો હતો તેમજ કોન્ટ્રાક્ટરો સાથે પણ મીલીભગત ચાલતી હતી, પત્રમાં ચીફ ઓફીસર જયેશ પટેલ વિરૂધ્ધ ગંભીર આક્ષેપોથી હડકંપ મચી ગયો છે. 

શહેરીજનો નગરપાલીકામાં નવિ નિમણુકને લઈ પ્રદર્શન દરમ્યાન જણાવી રહ્યા છે કે ભ્રસ્ટાચારી જયેશ પટેલ નામના અધિકારીની નિમણુકથી અમને શહેરનો વિકાસ નહી પણ વિનાશ દેખાઈ રહ્યો છે. જેથી આ ભ્રસ્ટાચારી અધિકારીની નિમણુક રદ કરવામાં આવે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.