ગરવી તાકાત, મહેસાણા  : સિટિઝન રાઇટ પ્રોટેકશન કાઉન્સીલ દ્વારા કર્મવીર કોરોના વોરિયર્સનું મહેસાણાથી પ્રસિદ્ધ થતાં ગરવી તાકાત, દૈનિક અખબારના તંત્રી પ્રકાશ આર.ચૌધરીને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. અને જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામિારીના કપરા સમયગાળા દરમિયાન લોકડાઉનના સમયમાં પોલીસ વિભાગને અમુલ્ય સેવા તેમજ નિસ્વાર્થ યોગદાન આપેલ છે અને આપની આ ઉમદા સેવાકાર્યને અમે સન્માન અને આભારની લાગણી સાથે બિરદાવી આ સન્માન આભારપત્રથી સન્માનિત કરીએ છીએ. આપનું આ પ્રેરણાદાયી સેવા યોગદાન રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે આપની ઉત્તમ સેવા અને સહકાર ભવિષ્યમાં પણ મળતો રહેશે તેમ જણાવી સન્માન પત્ર અર્પણ કર્યુ હતું.