ગરવીતાકાત,બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના ચીમનગઢ,ઝાલમોર, પાદરડી પાકાં રોડ ઉપર બંને સાઈડ ગાંડા બાવળોનુ જોર વધી જતાં ચોમાસામાં આ રોડ ઉપર વાહનો ચલાવવા મા વાહન ચાલકો ને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં વરસાદ ના લીધે રોડની બંને સાઈડ ઉપર બાવળોનુ જોર વધી રહ્યું છે આ રોડ ઉપર વળાંક વધારે હોવાથી અને બાવળો વધુ હોવાથી વાહન ચાલકો ને અકસ્માત થવોનો ભય રહે છે  . ઘણી વખત મોટા વાહનો સામે સામે આવી જવાથી સાઈડ આપવામાં પણ વાહન ચાલકો ને તકલીફો પડે છે ત્યારે આ વિસ્તારમાં આ રોડ ઉપર નું બંને સાઈડ ના બાવળો નું કટીંગ કરી પાકા રોડ ની સાઇડો ખુલ્લી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો ની માંગ છે તો તંત્ર દ્વારા ચોમાસામાં ઝડપી કાર્યવાહી કરી આ રોડ ઉપર ના ગાંડા બાવળોનુ સામ્રાજ્ય દુર કરવા આવે તેવી લોક લાગણી છે.

Contribute Your Support by Sharing this News: