બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતા ઈંટોના ભઠ્ઠા સામે કોઈ જ કાર્યવાહી ન થતાં અનેક સવાલો થઈ રહ્યા છે. તેની સાથે સાથે આ ભઠ્ઠાઓ પર બાળ મજુરી પણ કરાવવામાં આવી રહી હોવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે ત્યારે આ બાબતે તપાસ થશે કે કેમ તેવા સવાલ ઉઠયા છે.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ઇંટોના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. દાંતા તાલુકામાં ૧૫૦ થી વધુ ઇંટોના ભઠ્ઠાઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા હોવાનું પણ કહેવાય છે. ત્યારે ગેરકાયદેસર રીતે ધમધમતા આ ઇંટોના ભઠ્ઠાઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં કેમ પાછીપાની કરવામાં આવી રહી છે તેવા પણ પ્રજાજનોમાં સવાલો થઇ રહ્યાં છે. આટલું જ નહીં આ ઈંટવાડાના માલિકો દ્વારા કેટલાંક બાળકો પાસે ઈંટોના ભઠ્ઠા ઉપર બાળ મજુરી પણ કરાવામાં આવી રહી હોવાનો વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યાં છે. બાળકોને બાળમજૂરી કરાવતા હોવાના વિડિયો પણ સોશીયલ મીડિયામાં વાઇરલ થતાં આ મામલે પણ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે ગેરકાયદેસર ધમધમતા ઈંટવાડાઓ અને બાળમજૂરી કરાવનાર ઈંટવાડાના માલિકો સામે તંત્ર કયારે પગલાં ભરશે તે આવનાર સમય જ બતાવશે.