અમદાવાદ તરફ આવતાં છોટા હાથીના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત થયો ખેડાના ડડુસર ગામના લોકો પાટડી પાસે સબંધીની લૌકિક ક્રિયામાં આવ્યા હતા વિરમગામ હાઈવે પાસેે અમદાવાદ તરફ જઇ રહેલ છોટા હાથી ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડસાઇડની ચોકડીમાં પલટી ખાતા 4 ના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 17 ઘાયલ થતા વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સોલા સિવિલ રિફર કર્યા હતા.

પાટડીના સેડલા ગામે સ્વ. વાલજીભાઈ મેરૂભાઈ સોલંકીની લૌકિક ક્રિયા 27 મે સોમવારે સેડલા ગામે હતી. જેમાં ખેડા જિલ્લાના મહુધા ના ડડુસર ગામના સગાસંબંધી છોટા હાથી લઈને પાટડી સંબધીની લૌકિક આવ્યા હતા. 28મેે સવારે છોટા હાથી ચાલક મફાભાઈ સેડલાથી પરત ફરતા માલવણ વિરમગામ હાઈવે વડગામ પાટીયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા વાહન રોડ સાઇડના ખાડામાં પલટી ખાધી હતી.

Contribute Your Support by Sharing this News: