છત્તીસગઢ : 2 વર્ષની બાળકીને સીગરેટના ડામ આપનાર પોલીસ કર્મીની ધરપકડ

શેર કરવા અહીં ક્લિક કરો.

છત્તીસગઢમાં પોલીસ કર્મચારી દ્વારા બે વર્ષની બાળકીને પ્રતાડીત કરવાના મામલામાં એક પોલીસ કોન્સ્ટેબલની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરી દેવામાં આવી છે.  કોન્સ્ટેબલ અવિનાશ રાયે 29 તારીખના રોજ છત્તીસગઢ રાજ્યના બાલોદ જીલ્લામાં આ ઘૃણાસ્પદ કૃત્ય કરેલ હતુ. જેમાં બાળકીની તસ્વીરો સોશીયલ મીડીયામા વાઈરલ થતા એની વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ મામલે જાણકારી મળી હતી કે આ 2 વર્ષની બાળકીની માતાએ અવિનાશ રાય નામના કોન્સ્ટેબલ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. પરંતુ તે પેસા સમયસર નહોતી ચુકવી શકી. જેથી આરોપી પોલીસ કર્મીએ તેના ઘરે પંહોચી તેને આ 2 વર્ષની બાળકીને તેના પીતાને બોલાવાનુ કહ્યુ હતુ. પરંતુ આ માસુમ બાળાએ ના કહેતા આ પોલીસ કર્મીએ તેને એક બાદ એક સીગારેચના ડામ દીધા હતા.

આ ડામ આપ્યાની તસ્વીરો સોસીયલ મીડીયમાં વાઈરલ થતા જોત જોતામાં કેટલાય યુઝરોએ આ મામલે ટ્વીટ કર્યા હતા. જેથી પ્રશાસન ઉપર દબાણ વધતા આ અવિનાશ નામના કર્મચારીને તુરંત બર્ખાસ્ત કરી દેવામાં આવ્યો હતો.

આ મામલે ગુજરાત જીએસટી ડીપાર્ટમેન્ટના જોઈન્ટ કમિશ્નરે પણ ટ્વીટ કરી આ પોલીસ કર્મચારી વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેમા તેમનો લખ્યુ હતુ કે આવા લોકો પણ પોલીસ ડીપાર્ટમેન્ટમા છે? આવા લોકોને નોકરીમાં રાખવા જેવા નથી.

તપાસમા જાણવા મળ્યુ છે કે આ આરોપી નશાની હાલતમાં પહોંચ્યો હતો.  જેમાં આ આરોપી પીડીતાના ઘરમાં ભાડીયાત તરીકે રહેતો હતો. જેમાં લોકડાઉન દર્મયાન તેને પીડીતાની માતાને પૈસા ઉધાર આપ્યા હતા. આ પૈસા પાછા લેવા માટે તેને બાળકીને તેના પીતાને બોલાવાનુ કહ્યુ પરંતુ 2 વર્ષની બાળકીએ ના કહેતા તેને રૂમમા પુરી સીગારેટના ડામ આપ્યા હતા. જ્યારે બાળકીની માતાએ મદદ માટે બુમો પાડી ત્યારે આ આરોપી ત્યાંથી નાશી ગયો હતો. બાદમાં ચેહરા,હાથ,પેટ,પીઠ ઉપર સીગારેટના ડામથી ઈજાગ્રસ્તને હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

આ મામલો સોશીયલ મીડીયામાં વાઈરલ થતા પોલીસ પ્રશાસન દ્વારા તુરંત કાર્યવાહીના અંતર્ગત 31 તારીખના રોજ તેને પદ ઉપરથી બર્ખાસ્ત કરી દીધો હતો. આ મામલે આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરી દેવામાં આવી છે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.