પાલનપુર : વિશ્વભરમાં હાલમાં કોરોના નામના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોવા છતાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમ અગમચેતીના ભાગરૂપે એલર્ટ બની દરેક બાબત પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસનો કહેર ન વર્તાય તે માટે સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે વિવિધ પગલાં લેવાયા છે. જેમાં દરેક બાબત પર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેમાં પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પર પણ આરોગ્ય વિભાગનું ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં રાજસ્થાન તરફથી આવતા તમામ પેસેન્જરનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. ચિત્રાસણી આરોગ્ય ટીમ દ્વારા અહીં સ્કેનિંગની કામગીરી હાથ ધરાઇ છે અને જેમાં રાજસ્થાન પંજાબ અને અન્ય રાજ્યમાંથી આવતા તમામ લોકોનું થર્મલ ગન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

Contribute Your Support by Sharing this News: