ગરવી તાકાત ડીસા : ડીસા શહેરના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. ટ્રાફિકજામ સર્જાતા અનેક બાઇકસવારોને અકસ્માત પણ નડયો હતો.
ડીસા શહેરના બગીચા સર્કલથી જલારામ મંદિર સુધી 1 કિલોમીટરના અંતરમાં ચક્કાજામ સર્જાયું. જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી હતી. ખાસ કરીને બગીચા સર્કલ પાસે ચારે બાજુ વાહનોનો ખડકલો થઈ જતા આ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને બગીચા સર્કલથી જલારામ જતા રોડ પર અનેક શાળાઓ આવેલી છે. જેના કારણે શાળા છૂટવાના સમયે વિદ્યાર્થીઓ પણ આ ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાયા હતા.
તો આ તરફ 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં અનેક અકસ્માતો પણ સર્જાતા જેમાં આ ટ્રાફિક જામમાં મામલતદાર કચેરી આગળ બાઈક સવાર ટ્રાફિકમાંથી નીકળવા જતા બાઈક સ્લીપ ખાઈ જવા પામ્યો હતો. જેને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. કલાકોની ભારે જહેમત બાદ ડીસા ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા બગીચા સર્કલ પાસેથી ટ્રાફિક હટાવતા વાહન ચાલકોએ કલાકો બાદ રાહત અનુભવી હતી.