મહેસાણાના વિસનગર લીંક રોડ પર રહેતા ભગવતીબેન નાયી ગઈકાલ સાજેં શાકભાજી લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માનવ આશ્રમ ચૌકડી પાસે એક ચેઈન સ્નેચર તેમના ગળામાં પહેરેલ સોનાનો દોરો લઈ ભાગ્યો હતો. પરંતુ મહિલાએ બુમાબુમ કરી દેતા આસપાસની પબ્લીકે તેને ઝડપી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો.
આ પણ વાંચો – પાટીલના વિવાદીત બોલ-ખેડુત આંદોલનને ખાલીસ્તાન સાથે જોડવાનો પ્રયાસ !
પોલીસ સુત્ર દ્વારા મળેલ જાણકારી મુજબ મહેસાણાના વિસનગર રોડ ઉપર આવેલ કે.કે.નગર સોસાયટીના મકાન નંબર 22 માં રહેતા ભગવતીબેન મનુભાઈ નાયી જેમના પતી પી.ડબલ્યુ.બી. માંથી રીટાયર્ડ થયેલ હોવાથી નિવૃત જીવન ગાળી રહ્યા છે. ગત રોજ ભગવતીબેન સાંજે 6 વાગે માર્કેટમાંથી શાકભાજી લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માનવ આશ્રમ ચોકડી તરફથી ચાલીને આવી રહેલા એક શખ્સે અચાનક તેમના ગળામાં પહેરેલ રૂ. 60,000/- ની કીમંતની સોનાની ચેઈન તોડીને ભાગ્યો હતો. પંરતુ મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકોએ ચેઈન સ્નેચરની પાછળ દોડી ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ આસપાસના માણસોએ પોલીસને ઘટના સ્થળે બોલાવી લીધી હતી. આરોપીનુ નામ ઠામ પુછતા મોહન છગભાઈ રબારી જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસે તેની ધરપકડ કરી એ. ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.