દિલ્હી હાઈકોર્ટે સોમવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્યને ચાલુ રાખવાની મંજૂરી આપીને કહ્યું કે, તે એક મહત્વપૂર્ણ અને જરૂરી રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. આ સાથે કોર્ટે અરજદારોને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્ય હતુ કે, ન્યાયપાલીકા આ પ્રોજેક્ટને અગાઉ પણ માન્યતા આપી ચુકી છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યુ કે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ તેને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, અહિયા કામ કરતા કર્મચારી પહેલાથી જ સ્થળ પર છે. જેથી અમને કામ આ પ્રોજેક્ટને અટકાવવાનું કોઈ કારણ દેખાતું નથી.
દિલ્હી કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને જ્યોતિ સિંઘની ખંડપીઠે કોરોના વાયરસના વૈશ્વિક મહામારી દરમિયાન આ પ્રોજેક્ટ અટકવાની કરેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેમને જણાવ્યું હતું કે, આ અરજી કોઈ હેતુથી પ્રેરિત હતી, જે કોઈ વાસ્તવિક જનહિતની અરજી નહોતી. કોર્ટે અરજીને ફગાવતાની સાથે અરદારોને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે કહ્યું કે શાપુરજી પાલોનજી ગ્રુપને આપેલા કોન્ટ્રાક્ટ હેઠળનું કામ નવેમ્બર 2021 માં પૂર્ણ થવાનું છે અને તેથી તેને ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ.
અરજદાર અન્ય મલ્હોત્રા અને ઇતિહાસકાર અને ફિલ્મકાર સોહેલ હાશ્મી દ્વારા આ પ્રોજેક્ટ બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આ પ્રોજેક્ટ જરૂરી પ્રવૃત્તિ નથી અને તેથી મહામારી દરમિયાન તેને ટાળી શકાય છે.