પંજાબ સરકાર દ્વારા કેન્દ્ર પાસે ઑક્સિજનની માંગણી કરાઈ રહી હતી ત્યારે કેન્દ્ર ગુજરાતને 20 મેટ્રિક ટન ઓક્સિજન પંજાબને આપવામાં આવે તેવો આદેશ કર્યો છે. કેન્દ્રના આદેશ મુજબ ગુજરાતમાંથી પંજાબમાં ટેન્કરો મારફતે ઓક્સિજન મોકલવામાં આવશે. કેન્દ્ર સરકારના આ આદેશથી મેડીકલ ઓક્સિજનનો પંજાબનો ક્વોટા 227 મેટ્રીક ટનથી 247 મેટ્રીક ટને પહોંચી ગયો છે.
પંજાબ કોવિડ કંટ્રોલ રૂમના અધ્યક્ષ રાહુલ તિવારીના જણાવ્યા પ્રમાણે ગુજરાત પાસેથી 20 મેટ્રિક ટન ઓક્સિજન લેવા માટે પાંચ ટેન્કરોની જરૂર હતી પણ માત્ર બે જ ટેન્કરો ઉપલબ્ધ કરાવ્યા છે. તેઓ અર્થ થાય છે કે અમે માત્ર 2 દિવસ સુધી ઓક્સિજન ચલાવી શકીશું અને બીજા ત્રણ દિવસ પછી પરિસ્થિતી એમને એમ જ રહેશે. આ ટેન્કર પંજાબ સુધી પહોંચતા દિવસ જેટલો સમય લેશે.
તમને જણાવી દઈયે કે, 10 મે ના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક લેટર મારફતે પંજાબને 20 મેટ્રીક ટન ઓક્સિજન આપવાની મંજુરી આપી હતી. પંજાબમાં ઓક્સિજનની જરૂરીયાત 152 મેટ્રીક ટનથી વધીને 304 મેટ્રીક ટને પહોંચી ગઈ છે. જેથી કેન્દ્ર ગુજરાત સિવાય ઝારખંડમાથી 90 મેટ્રીક ટન, હીમાચલ પ્રદેશમાથી 60 મેટ્રીક ટન, ઉત્તરાખંડમાથી 25 મેટ્રીક ટન અને હરીયાણામાથી 20 મેટ્રીક ટન ઓક્સિજન ફાળવ્યો છે.