પાલનપુરની સુખબાગ આંગણ વાડી કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,પાલનપુર
સગર્ભા માતાઓ, કિશોરીઓ અને બાળકોને પૌષ્ટિક આહાર પેકેટનું વિતરણ કરાયું
મહેંદી, તોરણ, સ્વચ્છતા અભિયાન સ્પર્ધા યોજાઈ
પાલનપુર શહેરના સુખબાગ રોડ પર આવેલા સુખબાગ આંગણવાડી કેન્દ્ર પર રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાઈ હતી. કોરોનાના કહેર વચ્ચે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરતા વિવિધ સ્પર્ધાઓના આયોજન વચ્ચે પૌષ્ટિક આહારના પેકેટના વિતરણ સાથે કુપોષણ મુક્ત અને સ્વસ્થ ભારત નો સંદેશો ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

આ પણ વાંચો – પાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા

પાલનપુરના સુખબાગ આંગણવાડી કેન્દ્રના સંચાલિકા ચેતનાબેન વ્યાસના માર્ગદર્શન તળે રાષ્ટ્રીય પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત કિશોરીઓને પૂર્ણશક્તિ, સગર્ભા માતાઓને માતૃશક્તિ અને બાળકોને બાળશક્તિના પૌષ્ટિક આહારના પેકેટનું વિતરણ કરાયું હતું.

આ પણ વાંચો – પાટણ: સાદા પાવડરને બ્રાઉનસુગર જણાવી તોડ કરવા આવેલી નકલી પોલીસની દાળ ના ગળી

આ પ્રસંગે કોરોનાના કહેર વચ્ચે સ્વચ્છતા અભિયાન સાથે તોરણ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. વધુમાં બાળકી ઓ, કિશોરીઓ અને સગર્ભા માતાઓ ને કુપોષણ મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી કેન્દ્ર ની સંચાલિકા ચેતનાબેન આર.વ્યાસ, તેડાગર આશાબેન કે.ગોસાઈએ અપાર જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં બાળકીઓ, કિશોરીઓ, સગર્ભા માતા ઓ સહિતના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
રીપોર્ટ – જયંતી મેતીયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.