પાલનપુરના માલણ ગામમાં રાષ્ટ્રીય પોષણમાહ જનજાગૃતિ અભિયાનની ઉજવણી

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,પાલનપુર
બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પૂરતું પોષણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અગ્રતા છે””પ્રધાનમંત્રી મોદી દ્વારા 2018માં શરૂ કરાયેલ પોષણ અભિયાન એક મજબૂત યોજના છે, જે દેશમાંથી કુપોષણ દૂર કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી રહી છે”સમગ્ર દેશમાં સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણમાહ ની ઉજવણી હર ઘર માં પોષણ ત્યોહાર ની થીમ સાથે કરાશે.

આ પણ વાંચો – પાલનપુર-અમદાવાદ હાઈવે રેલવે ક્રોસિંગ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ

હવે દેશમાં સંયુક્ત કુટુંબની સ્થાને  વિભક્તિ કુટુંબ વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે પરંતુ સ્વતંત્ર આવાસ સાથે જવાબદારી નિભાવતા નવ યુવાનો દંપતીના ઘરે જ્યારે પારણું બંધાય ત્યારે વડીલોનું માર્ગદર્શન ન મળે તો સગર્ભાવસ્થા અને સુવાવડ બાદ લેવાની કાળજી, સગર્ભા અને ધાત્રી માતાને કેવો પોશાક આહાર આપવા તેની યોગ્ય માર્ગદર્શન માટે આઈ.સી.ડી.એસ દ્વારા અવાર-નવાર પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે. આવો જ એક સુંદર કાર્યક્રમ આઇ.સી.ડી.એસ પાલનપુર ઘટક.૩ ના સી.ડી.પી.ઓ શ્રી કે.જે.જોશીના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાનું માલણ ગામની આંગણવાડી કેન્દ્રમાં રાષ્ટ્રીય પોષણમાહની ઉજવણી કરવામાં આવી હતી.ખાસ કરીને આ કાર્યક્રમમાં કિશોરીઓને આમંત્રિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો – પાટણ: સાદા પાવડરને બ્રાઉનસુગર જણાવી તોડ કરવા આવેલી નકલી પોલીસની દાળ ના ગળી

માલણ સેજાના સુપરવાઇઝર મીનાક્ષીબેન.જે.રાવલ દ્વારા સમજણ આપવામાં આવી હતી કે કિશોરીઓ દ્વારા પોતાના ઘરના સભ્યોને પોષણયુક્ત આહાર કઈ રીતે આપવામાં આવે, અંગત સ્વચ્છતા, કિશોરીઓને  કુપોષણ આર્યન ટેબલેટ થી થતા ફાયદાઓ, તેમજ પૂર્ણાશક્તિનો ઉપયોગ કરવા માટેની  વિસ્તૃત સમજણ આપી હતી વધુમાં કહ્યું કે કિશોરીઓ પણ દેશનું ભવિષ્ય કેવી રીતે સુધારી શકે કિશોરીઓને દેશ માટે શું મહત્વ અને લગ્ન પહેલા પિયરમાં અને લગ્ન બાદ સાસરે તેમજ પોતાના આવનાર બાળકને પણ પોષણયુક્ત ખોરાક કેવો આપવો તે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં કિશોરીઓ દ્વારા અનાજ કઠોળની રંગોળી પુરવામાં આવી હતી, મહેંદી સ્પર્ધા, વાનગી સ્પર્ધા, પોષણક્ષમ આહાર, આરતી શણગાર તેમજ પૂર્ણાશક્તિના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રોગ્રામમાં આંગણવાડી સુપરવાઇઝર, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, આશા વર્કર તેમજ ગામની કિશોરીઓ, માતા વાલીઓ હાજર રહ્યા હતા.
રીપોર્ટ – જયંતી મેતીયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.