ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૩૦)
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણને આગામી તારીખ ૨૩ સપ્ટેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ થનાર છે. જેને ધ્યાને લઈ ભારત સરકારે સમગ્ર દેશમાં તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી આયુષ્માન ભારત પખવાડીયા તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પખવાડીયાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રચાર કરી જાગૃતતા ફેલાવવાનો છે. આ સંદર્ભે આજે તારીખ ૨૯ સપ્ટેમ્બરના રોજ માવજત હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય હૃદયરોગ અને આયુષ્માન પખવાડિયાને ધ્યાનમાં રાખી નિશુલ્ક હ્રદયરોગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ‍૧૬૦ કરતાં પણ વધુ દર્દીઓએ ભાગ લીધો હતો અને માવજત હોસ્પિટલની સેવાને બિરદાવી હતી.
તસ્વીર અહેવાલ જયંતિ મેતીય પાલનપુર