કડીમાં રખડતાં ઢોરનો ત્રાસ તંત્ર અને ચૂંટાયેેલા પ્રતિનિધિઓ નિષ્ક્રિય:- પશુઓ કોઈક નો જીવ લેશે ત્યારે માનશો કે શું?

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં રખડતા રઝળહતા ઢોરની સમસ્યાઓ કોઈ નવી વાત રહી નથી. કડી માં અનેક વાર અખબારોમાં અવાર નવાર રખડતા ઢોરો અંગે ના અહેવાલો પ્રસિદ્ધ થતાં રહે છે પણ કડી નગરપાલિકા ના સતાધીશો , પદાધિકારીઓ કે કોર્પોરેટર ને કોઈ અસર જ થતી નથી.લોકો માં હવે ચર્ચાઓ જોવા મળી છે કે ” ઢોર ની સમસ્યા ઉકેલવામાં તંત્ર પણ હવે ઢોર જેવું બની ગયું છે” કડી શહેર એ સોનાની દડી ને જેમ વખણાય છે પરંતુ હાલ કડી ને ઢોરનગર બનાવી દીધું છે. કડી શહેરમા રસ્તા,શેરીઓ, ગલીઓ માં અને ચોકમાં રેઢિયાર ઢોરોનો ત્રાસથી શહેરીજનો વર્ષોથી ત્રાસ અનુભવી રહ્યા છે
શહેરના વિવિધ જાહેર માર્ગો ઉપર ઢગલાબંધ ઢોર સવારથી રાત્રી સુધી પડ્યા અને પાથર્યા રહે છે શહેરના કોઈપણ માર્ગ ઉપર નીકળો અને રખડતું ભટકતું કોઈપણ પશુ જોવા ન મળે તો કઈ નવાઈ નહિ લાગે જેના કારણે ટ્રાફિકજામ તો થાય છે જ પરંતુ વટે માર્ગોને ઘાયલ પણ કરે છે અનેક લોકોએ આ પશુઓને કારણે ઈજાઓ તથા જીવ ગુમાવ્યા હોય તેની અનેકવાર ઘટનાઓ પણ સામે આવતી જોવા મળી રહી છે.
કડી નગરપાલિકામાં અત્યાર સુધીમાં અનેક સત્તાધીશો, અઘિકારીઓ કોર્પોરેટર ફરજ બચાવી ચૂક્યા છે પરંતુ તેમાંથી કોઈપણ કડી નાગરિકોની  રખડતા ઢોર થી પડતી સમસ્યા દૂર કરી શક્યા નથી. કડી નું તંત્ર શા માટે ઢોરનો ત્રાસ ને દૂર કરવા કાયમી ધોરણે કડક પગલાં લેતું નથી? કે પછી આ સમસ્યા દૂર કરવા તંત્ર ને ક્યું ગ્રહણ નડે છે.? કે પછી આ સમસ્યા દૂર કરવામાં તંત્ર ને રસ નથી..? કડી શહેરમા એક તરફ માર્ગો સાંકડાં થઈ રહ્યા છે. પાર્કિંગ ની સમસ્યા પણ ઉભી થઇ રહી છે.ત્યારે જાહેર માર્ગો ,ચોકમાં રખડતાં ઢોરો ખડકાયેલા હોવાથી લોકોને અવરજવરમાં ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમા અનેક અંત્યત ગીચ વિસ્તારોમાં વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ન તો છે જ ? એમાં રખડતાં ઢોરોને કારણે ગંદકીનું પ્રમાણ પણ વધે છે.
થોડા દીવસ પહેલાં સ્કૂલ ના બાળકને શિંગડે ચાડવ્યો હતો.ત્યારે બાદ કડી ના લોક લાડીલા નેતા નીતિન પટેલ ને પણ અડફેટમાં લેતા પગ ના ભાગે ઈજાઓ પહોંચી હતી.અને ગઈ કાલે એક મહિલા ને બાઇક ઉપર થી નીચે પછાડયા હતા અને શિંગડે ને શિંગડે ગાયે દંપતી પર ફરી વળી હતી અને ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખાતે પહોચાડવા માં આવ્યા હતા.આ રખડતાં ઢોરો નો ત્રાસ થી અનેક ધટનાઓ સામે આવી રહી છે પરંતુ નગરપાલીકા ના સતાધીશો કોઈ કામગીરી કરવી જ ના હોય તેવું જોવા મળી રહ્યું છે અને થોડા પ્રમાણમાં ગાયો પાંજરે પૂરી ને સંતોષ માણી લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.