પંચમહાલ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

ઉજ્જૈન જતી ટ્રેનમાં ગુજરાતની સગીર હિન્દુ છોકરીનું શોષણ થયાનો આરોપ; 7 લોકોની ધરપકડ…
ગરવી તાકાત પંચમહાલ : ગોધરાના ટિમ્બા ગામના એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની નાની પુત્રી પર ઉજ્જૈન જતી ટ્રેન મુસાફરી દરમિયાન ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. પરિવાર તેની સ્વર્ગસ્થ પુત્રી શ્યામાના અસ્થિ વિસર્જન માટે ટ્રેન નંબર 69183 માં મુસાફરી કરી રહ્યો હતો.

ફરિયાદ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે નાની છોકરી મુસાફરી દરમિયાન વોશરૂમમાં ગઈ હતી. મુસ્લિમ સમુદાયના કથિત આરોપીએ ટ્રેનના દરવાજા પાસે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને વોશરૂમ તરફ ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો. પરિવારે બાદમાં આ બાબતની જાણ અધિકારીઓને કરી.

ઘટના બાદ, નાગડામાં સ્થાનિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે અબ્દુલ રહેમાન, મોહમ્મદ અવેશ અને સની મલ્લાર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. તેમને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. વધુ તપાસ ચાલી રહી છે.

હાલોલમાં MG મોટર્સના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ…
ગરવી તાકાત પંચમહાલ : હાલોલમાં એમજી મોટર ઇન્ડિયાના ભંગારના ગોડાઉનમાં ગુરુવારે બપોરે ભીષણ આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગને કાબુમાં લેવા માટે હાલમાં ફાયર ફાઇટિંગ કામગીરી ચાલી રહી છે. પ્રારંભિક માહિતી અનુસાર, હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં સ્થિત ભંગારના સંગ્રહ સુવિધામાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી.

સ્થળ પર મોટા પ્રમાણમાં ભંગારનો સામાન સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હાલોલના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ વધુ તીવ્ર બનતા, નજીકના ઔદ્યોગિક એકમોની વધારાની ફાયર ફાઇટિંગ ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી.

હાલોલ, કાલોલ, જીએફએલ કંપની, એલેમ્બિક અને પોલીકેબના ફાયર ફાઇટર આગને કાબુમાં લેવાના પ્રયાસોમાં રોકાયેલા છે. સ્થળ પરથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અધિકારીઓ આગને વધુ ફેલાતી અટકાવવા પગલાં લઈ રહ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

યાત્રાધામ પાવાગઢમાં અચાનક રોપ-વે તૂટી પડતાં 6 લોકોના કરૂણ મોત…
ગરવી તાકાત પાવાગઢ : પાવાગઢના પ્રખ્યાત યાત્રાધામ પર આજે બપોરે એક દુ:ખદ અકસ્માત થયો હતો જ્યારે એક કાર્ગો રોપવે તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના રોપવેનો દોર તૂટી જવાથી બની હતી, જેના કારણે 6 લોકોના મોત થયા હતા, જેમ કે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પુષ્ટિ આપી છે. પ્રાથમિક વિગતો અનુસાર, આ ઘટના બપોરે લગભગ 3:30 વાગ્યે બની હતી.

મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર, બે મજૂર અને બે અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અધિકારીઓએ હજુ સુધી ઘાયલોની ચોક્કસ સંખ્યાની પુષ્ટિ કરી નથી.

ફાયર બ્રિગેડના કર્મચારીઓ હાલમાં બચાવ કામગીરી અને વધુ તપાસમાં રોકાયેલા છે. દરમિયાન, સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રતિકૂળ હવામાનને કારણે, પેસેન્જર રોપવે બંધ કરી દેવામાં આવ્યો હતો, અને યાત્રાધામ પર ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સ માટે બાંધકામ સામગ્રી ટ્રાન્સફર કરવા માટે કાર્ગો રોપવે કાર્યરત હતો.

ગોધરામાં 2,800 થી વધુ પ્રોપર્ટી કાર્ડ થયા રદ…
ગરવી તાકાત ગોધરા : ગોધરા સિટી સર્વે ઓફિસમાં પ્રોપર્ટી કાર્ડ જારી કરવામાં ભ્રષ્ટાચારના આરોપો બાદ, ગાંધીનગરની એક ટીમે ત્રણ દિવસની તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે 2,831 પ્રોપર્ટી કાર્ડ નિયમોનું ઉલ્લંઘન કરીને જારી કરવામાં આવ્યા હતા. તપાસ ટીમે ચકાસણી માટે તમામ સંબંધિત દસ્તાવેજો એકત્રિત કર્યા હતા.

તપાસ બાદ, ગુજરાત સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકોર્ડ્સ ડિરેક્ટોરેટે પુષ્ટિ આપી હતી કે ગોધરાના તત્કાલીન સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ, ડી.ડી. પટેલે 2,831 થી વધુ પ્રોપર્ટી કાર્ડ અનિયમિત રીતે જારી કર્યા હતા. આ અનિયમિતતાને ધ્યાનમાં રાખીને, ડી.ડી. પટેલને તાત્કાલિક તેમની ફરજો પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

2,831 ખામીયુક્ત પ્રોપર્ટી કાર્ડ રદ કરવા કે ચાલુ રાખવા તે અંગે કચેરીને મૂંઝવણનો સામનો કરવો પડ્યો. DILR ની લેખિત ભલામણને પગલે, જિલ્લા કલેક્ટરે નિયમોનું ઉલ્લંઘન કરીને જારી કરાયેલા તમામ પ્રોપર્ટી કાર્ડ રદ કરવાનો આદેશ આપ્યો. અસરગ્રસ્ત કાર્ડધારકોએ હવે નિયમો અનુસાર નવેસરથી પ્રોપર્ટી કાર્ડ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

‘‘એક ફૂલ દો માલી’’ પ્રેમીકાએ પ્રથમ પ્રેમીને રાત્રે મળવા બોલાવી બીજા પ્રેમી સાથે મળી પ્રથમ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું
પંચમહાલ જિલ્લાથી એક ફૂલ દો માલી જેવા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના એક પ્રેમીએ બીજા પ્રેમીની ઘાતકી હત્યા કરી હોવાની હૈયું હચમચાવી નાંખતી ઘટના સામે આવી

બામણકુવા-કાકલપુર ગામની વચ્ચે આવેલ નાળામાંથી કીર્તનની હત્યા કરાયેલ હાલતમાં સેલોટેપથી બાંધી દીધેલી લાશ મળી આવી

ગરવી તાકાત, પંચમહાલ તા. 07 – પ્રેમ આંધળો હોય એવી કહેવત આપણે સાંભળી જ છે પરંતુ પ્રેમમાં ક્રૂરતા પણ જોવા મળે છે. પંચમહાલ જિલ્લાથી એક ફૂલ દો માલી જેવા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના એક પ્રેમીએ બીજા પ્રેમીની ઘાતકી હત્યા કરી હોવાની હૈયું હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે.  હાલોલ તાલુકા નવાકુવા ગામનો કીર્તન વિષ્ણુભાઈ બારીયા (19) તેના ભાઈ અને ભાભી સાથે કબીર ફળિયામાં રહે છે. તેના માતા પિતા પાવાગઢ ખાતે રહે છે. ગત 1લી જૂનના રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ ફોન પર કોઈકની સાથે બોલાચાલી કરી અચાનક બાઇક લઈ નીકળી ગયો હોવાનું મૃતક કિર્તનના ભાઈનું કહેવું છે. ઘરેથી નીકળ્યા બાદ બીજે દિવસે નજીકના બામણકુવા-કાકલપુર ગામની વચ્ચે આવેલ નાળામાંથી કીર્તનની હત્યા કરાયેલ હાલતમાં સેલોટેપથી બાંધી દીધેલી લાશ અને નજીકથી તેની બાઇક મળી આવી હતી.

પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી બાઇકના નમ્બરની મદદથી લાશની ઓળખવીધી માટે પ્રયત્નો હાથ ધર્યા હતાં. સૌ પ્રથમ તો પોલીસે અકસ્માત નોંધ કરી લાશની ઓળખની સાથે સાથે હત્યાની શંકા લાગતા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન કીર્તનના પરિવારની પૂછપરછમાં રાત્રે કોઈ સાથે ફોન પર માથાકૂટ કરી નીકળી ગયો હોવાની માહિતી મળતા પોલીસે કોલ ડિટેલના આધારે પણ તપાસ તેજ કરી હતી.

જે સ્થિતિમાં કીર્તનની લાશ મળી હતી, તે જોતા જ પ્રાથમિક દ્રષ્ટિએ તે હત્યા હોવાનું પોલીસને વિશ્વાસ હતો જ પરંતુ પી.એમ રિપોર્ટ અને કોલ ડિટેલના આધારે પોલીસ ની શંકા હકીકતમાં પરિવર્તિત થઈ કે આખરે કીર્તનની કોઈ બોથડ હથિયાર વડે માથાના ભાગે ફટકા મારી કીર્તનની હત્યા કરી દેવાઈ છે. પરંતુ આખરે કોણે અને શા માટે હત્યા કરી તે અંગે પોલીસ અસમંજસમાં હતી. ત્યાં જ પોલીસે કોલ ડિટેલના આધારે જેની પર કીર્તનનો છેલ્લો ફોન ગયો હતો. તે હાલોલ તાલુકાના જ વાવ ગામની ભાવના નામની યુવતીની પૂછપરછ કરી. ભાવનાની પૂછપરછમાં જે હકીકત સામે આવી તે જોઈને તો પોલીસ પણ ચોંકી ઉઠી.

ભાવનાએ જણાવ્યું કે તેને કીર્તન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ તેના પોતાના ગામના જ યુવક નિમેષ બારીયા સાથે પણ છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા. પોતાના બંને પ્રેમીઓ વચ્ચે ચકમક થતી હોવાની વાત પણ ભાવનાએ પોલીસને જણાવતા કહ્યું કે હત્યાની રાત્રે તેણે જ કીર્તનને શનિવારની રાત્રે ફોન કરીને બોલાવ્યો હતો. પ્રેમિકા ભાવના અને તેના પ્રેમી નિમેશે ભેગા મળી પ્રેમી કીર્તનના નામનો કાંટો દૂર કરવા યોજના બનાવી કીર્તનને ઝગડો કરી રાત્રે જ બોલાવ્યો હતો.

જ્યાં અગાઉથી ડંડા અને ચેનકપ્પા જેવા હથિયાર સાથે તૈયાર ઉભેલા ભાવનાના પ્રેમી નિમેષ બારીયા અને તેના વાવ ગામના જ ત્રણ મિત્રો કમલેશ નરવત બારીયા, સુમિત રમેશ બારીયા અને અન્ય એકની મદદ લઇ તેને રસ્તામાં લાકડી તેમજ ચેનકપ્પાથી માર મારી હત્યા કરી તેની લાશને અવાવરું નાળામાં ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાના પ્રેમના રસ્તામાં આળખીલી રૂપ કીર્તનનું નિમેશે તેના મિત્રો સાથે મળી ઢીમ ઢાળી દીધું હતું.

આ સમગ્ર મામલે કીર્તનના પરિવારજનોએ પહેલાં ગુમ થવા અંગે ત્યારબાદ પોતાના દીકરાની હત્યા બાબતે પોલીસ ફરીયાદ કરતા પોલીસે સૌ પ્રથમ અકસ્માત નોંધ કરી ત્યાર બાદ પી.એમ રિપોર્ટ અને સ્થળ પરથી મળેલા પુરાવા અને કોલ ડિટેલના આધારે હત્યાનો ગુન્હો નોંધી હત્યારા નિમેષને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ હત્યારા નિમેષની ધરપકડ કરી બાકીના તેના મિત્રોની શોધખોળ આરંભી દીધી છે.

વલસાડના ધરમપુરમાં જનમેદની સંબોધતાં પ્રિયંકા ગાંધીના ભાજપ પર આકરા ચાબખા
અમારી સરકાર હતી ત્યારે મીડિયા દરરોજ સવાલો ઉઠાવતી હતી : પ્રિયંકા ગાંધી

ધરમપુરમાં પ્રિયંકાની જન સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતાં

ગરવી તાકાત, વલસાડ તા. 27 – લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વડેરા આજે વલસાના ઉમેદવાર અનંત પટેલના પ્રચારમાં આવ્યા હતા. ધરમપુરના દરબાર ગઢ ગ્રાઉન્ડમાં પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ  એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખું વિશ્ર્વ એમને બોલાવે છે એ જે ધારે એ ચપટીમાં કરે છે.

તો ચપટીમાં મોંઘવારી કેમ ઓછી નથી કરતા? ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યું. મોંઘવારી એટલી વધી ગઇ છે કે 10 હજાર માટે ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે અને મોદીજીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું 16 લાખ કરોડ રુપિયાનું દેવું માફ કરી દીધું. દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસીઓને કમજોર કરવાનું કામ કર્યું છે. આ તકે પ્રિયંકાએ મોદીનો પ્રચાર કરતા મીડિયાને આડેહાથ લેતા કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે મીડિયા દરરોજ સવાલો ઉઠાવતી હતી. જે લોકતંત્ર માટે સારી વાત હતી આજે પરિસ્થિતિ એ છે કે સમગ્ર મીડિયા વેચાઇ ગયું છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે જ્યારે મંચ પર આવે ત્યારે સાચુ બોલે. આ જ જવાબદારી વડાપ્રધાનની હોય છે. પ્રિયંકાએ કહ્યું હતું કે ઇન્દિરાજી દેશ માટે શહીદ થયા હતા. રાજીવજી શહીદ થયા હતા. મનમોહનની ક્રાંતિ લાવ્યા હતા, અરે કોંગ્રેસ છોડો, વાજપેયજી પણ વડાપ્રધાન હતા, જેઓ સભ્ય વ્યકિત હતા, આ પીએમ (મોદી)ના દિલમાં કોઇ ભાવના જ નથી.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે પીએમ બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે, પણ કામની એકપણ વાત નથી કરતા. પ્રિયંકાએ ભાજપ પર સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર વિપક્ષને તોડવા ધનનો ઉપયોગ કરે છે. ભાજપની સરકારમાં છેલ્લા 10 વર્ષથી લોકોની સ્થિતિ સુધરવાને બદલે બગડી છે. જો ફરી આ સરકાર આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો, પણ અમારી સરકાર આવશે તો તમે થોડા સમયમાં જ તમારા પગ પર ઉભા રહી શકશો. ધરમપુરમાં પ્રિયંકાની જન સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતાં.

પાવાગઢમાં ફરી મોટી દુર્ઘટના; વિશ્રામ કુટિર ઉતારતી વખતે 3 લોકો દટાયા, 2 ઇજાગ્રસ્ત
વિશ્રામ કુટિર ઉતારવાની કામગીરી દરમ્યાન ફરી એક મોટો અકસ્માત થયો

ફરી એક વખત વિશ્રામકુટીરનો ઢાંચો તૂટતા શ્રમિકો દબાયા હોવાના સમાચાર

ગરવી તાકાત, પંચમહાલ તા.12 – યાત્રાધામ પાવાગઢમાં ફરી એક વખત મોટો અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. વિશ્રામ કુટિર ઉતારવાની કામગીરી દરમ્યાન ફરી એક મોટો અકસ્માત થયો છે. ફરી એક વખત વિશ્રામકુટીરનો ઢાંચો તૂટતા શ્રમિકો દબાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતમાં 3 શ્રમિકો દબાયા હોવાના અહેવાલ છે, હાલ ત્રણેય શ્રમિકોને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અતિ ગંભીર ઇજાગ્રસ્ત 2 શ્રમિકોને રીફર કરાયા છે.

પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ આવા જ અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મોત અને 9 યાત્રિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અત્રે નોંધનીય છે કે, એક અઠવાડિયા પહેલા જ પાવાગઢના માચી ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માઈ ભક્તો માટે બનાવવામાં આવેલ વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટ્યો હતો. જેમાં 10થી વધુ લોકો દટાયા છે અને એક મહિલાનું મોત થયું હતું. પથ્થરથી બનાવેલો ઘુમ્મટ ધરાશાયી થતાં આ ગમખ્વાર દુર્ઘટના બની હતી. એટલું જ નહીં, 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા. પાવાગઢમાં બનેલી દુર્ઘટનામાં 10થી વધુ લોકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા ઇજાગ્રસ્ત થયા હતા, જેમણે તાત્કાલિક સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકચર્ચા ચાલી રહી છે કે, પાવાગઢના માંચી ખાતે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ હતું.

પાવાગઢના માચી પાસે યાત્રાળુઓ માટે બનાવેલ પથ્થરની વિશ્રામ કુટીર ધરાશાયી થતાં એકનું મોત 10 ઘાયલ
માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા

એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત

ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ગરવી તાકાત, તા. 04 – ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 2 બાળકો અને 3 મહિલાઓ સહિત 10 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ટળી છે. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. માચીમાં યાત્રાળુઓના વિશ્રામ માટે પથ્થરની કુટિર બનાવામાં આવી રહી હતી. જો કે કેટલાક યાત્રાળુઓ વિશ્રામ માટે અહીં રોકાયા હતા.

પંચમહાલ જિલ્લામાં હાલ પાવાગઢ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણ હોવાના પગલે લોકો અહીં રોકાયેલા હતા. જો કે મળતી માહિતી પ્રમાણે વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક વીજળી પડી હતી. જેના કારણે વિશ્રામ કુટીરનો ઘુમ્મટ અચાનક તૂટી પડ્યો હતો.

દુર્ઘટનામાં 10થી વધુ યાત્રિકો પથ્થરનાં કાટમાળ નીચે દબાતા થયા ઇજાગ્રસ્ત સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જે પછી ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાવાગઢના માંચી ખાતે અચાનક બદલાયેલા વાતાવરણ બાદ શરૂ થયેલા વરસાદ બાદ આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.

ભાજપે પ્રથમ વખત ક્યાંક આઝાદી બાદ ક્યાંક ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત જાણો કઇ બેઠકો જીતી
— બોરસદ, ઝઘડિયા, તાપીની વ્યારા બેઠક, ખેડાની મહુધા બેઠક અને ગરબાડા બેઠક પર ભાજપની જીત :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનો કારમો પરાજ્ય થયો છે. ભાજપે 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી છે. તો 182 સીટમાંથી કોંગ્રેસને માત્ર 17 તો આપને 5 સીટ જ મળી છે. ભાજપે 2022 ની ચૂંટણીમાં અનેક એવા રેકોર્ડ તોડ્યા છે, જે આજદિન સુધી ક્યારેય તૂટ્યા ન હતા. ભાજપ કોંગ્રેસની એવી બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું. ક્યાંક આઝાદી બાદ તો ક્યાંક ગુજરાતની સ્થાપના બાદ આ બેઠકો પર માત્રને માત્ર કોંગ્રેસનું શાસન હતું, પરંતું પહેલીવાર ભાજપે આ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી છે.

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના 5 અભેદ્ય કિલ્લા સર કરવામાં સફળતા મેળવી છે. ભાજપે અત્યાર સુધી ક્યારેય ન જીતેલી 5 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય થયું, ત્યારથી આ બેઠકો કોંગ્રેસ પાસે હતી. પરંતું આ બેઠકો પર હવે ભાજપનો ભગવો લહેરાયો છે. આવી બેઠકો વિશે જોઈએ…

ભાજપ માટે આ બહુમત કરતા પણ સૌથી મહત્વની જીત વ્યારાની કહી શકાય. કારણ કે, ભાજપે પહેલીવાર વ્યારામા જીતનો સ્વાદ ચાખ્યો છે. આઝાદી બાદ વ્યારામાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું, આ બેઠક કોંગ્રેસ પાસે જ રહી હતી. ત્યારે પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. જેનુ શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાત પર વધુ ફોકસ કર્યુ હતું અને અહીથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ મહેનત પીએમ મોદીને ફળી છે. કારણ કે, વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર કમળ ખીલ્યું છે. આઝાદી બાદથી અથાગ મહેનત છતાં ભાજપને ક્યારેય વ્યારામાં બહુમત મળી ન હતી. ભાજપ હંમેશાથી વ્યારામાં સત્તાથી દૂર રહી હતી. પરંતું 2022 ની ચૂંટણીમાં પરિવર્તન થયું છે, અને વ્યારામાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે.

ખેડા જિલ્લાની 6 બેઠકો પર ભગવો લહેરાયો છે. પરંતુ ભાજપની સૌથી મોટી જીત મહુધામાં છે. મહુધામાં ગુજરાતની સ્થાપના બાદ ભાજપે પ્રથમવાર જીત મેળવી. છે. મહુધા વિધાનસભાના કોંગ્રેસના ગઢમાં ભાજપ ગાબડું પાડવામાં સફળ રહ્યું છે. એક હથ્થું શાસનમાં રહેલી કોંગ્રેસની સીટ ભાજપે આંચકી લીધી છે. ભાજપના સંજયસિંહ મહીડા મહુધા વિધાનસભાના બેઠક પરથી વિજયી થયા છે. ગુજરાતની સ્થાપના બાદ સૌપ્રથમ વખત ભાજપે આ સીટ પર વિજય મેળવ્યો.

ખેડા જિલ્લામાં કોંગ્રેસનો ગઢ રહી ચૂકેલા મહુધા વિધાનસભા વર્ષ 1961થી એટલે કે રાજ્યના સ્થાપના સમયથી વિધાનસભાની બેઠક કોંગ્રેસના હસ્તક હતી. મહત્વનું છે કે, વર્ષ 2002ના ગોધરાકાંડ વખતે પણ કોંગ્રેસની આ બેઠક પર જીત થઈ હતી. આ બેઠક કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ ગુમાવવા માંગતી નહોતી. જે ગણતરી આજે ખોટી પડી છે. કેટલાય પાકા નેતાઓ આ સીટ પર લડ્યા અને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા છે.

આંગડીયા પેઢીનો કર્મચારી જે થાળીમાં ખાધુ તેમાં જ થુક્યો : આંગડિયા પેઢી માં થયેલ 47 લાખની ચોરીમાં કર્મચારી સહિત તેના 2 મિત્રોને એલસીબી પોલીસે દબોચ્યા
ગરવી તાકાત પંચમહાલ : આંગડિયા પેઢી માં થયેલ 47 લાખની ચોરીનો ભેદ કલાકોમાં જ પોલીસે ઉકેલી નાખ્યો હતો. ગોધરાની મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલની આંગડિયા પેઢીમાં રૂપિયા 47 લાખ રોકડ અને મોબાઈલની ચોરી થઇ હતી. સવારે ચોરી થઈ બપોરે ભેદ ઉકેલાઈ ગયો હતો. ગોધરા એલસીબી અને બી ડિવિઝન પોલીસે ભેદ ઉકેલ્યો છે. 47 લાખની ચોરીમાંથી 45 લાખ પોલીસે રિકવર કર્યા હતા. આંગડિયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું કાવતરૂ રચી કાઢ્યું હતું. પોલીસે કાવતરું કરનાર કર્મચારી સહિત તેના બે મિત્રોની ધરપકડ કરી છે. કાવતરું રચનાર તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ઘર કા ભેદી લંકા ઢાયે : આ કહેવતને સાચો પાડતો કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં આજે વહેલી સવારે બજાર વચ્ચે આવેલી આંગડિયા પેઢીમાં રૂપિયા 47 લાખની ચોરી થઈ હતી. જેનો ગણતરીના કલાકોમાં એલસીબી પોલીસે ભેદ ઉકેલતા જે તથ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે. ચોરી અન્ય કોઇએ નહીં પરંતુ આંગડિયા પેઢી ના કર્મચારી એ જ મિત્રો સાથે મળી કરી હોવા ઘટસ્ફોટ થતા ચકચાર મચી ગઇ છે.

ગોધરાના સોનીવાડ વિસ્તારમાં આવેલી મહેન્દ્ર સોમાભાઈ પટેલ આંગડીયા પેઢી માંથી રોકડ રૂપિયા અને બે મોબાઇલ ફોન મળી કુલ 47.12 લાખની ચોરી થઈ હોવાની ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આંગડિયા પેઢીના કર્મચારીએ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. જિલ્લા પોલીસવડાએ એલ.સી.બી અને ગોધરા શહેર બી ડીવીઝન પોલીસની ટીમ ની રચના કરી ચોરીનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી. જેથી પોલીસે ગોધરા શહેરના જાહેરમાર્ગો ઉપરના સી.સી.ટી.વી. ફુટેજ,હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સની મદદ લેતાં ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસ તપાસમાં ” ઘર કા ભેદી લંકા ઢાયે ” ઉક્તિ જેમ આંગડિયા પેઢીમાં થયેલી ચોરી એક પૂર્વ આયોજિત કાવતરૂ હોવાનું બહાર આવ્યું હતું. આંગડિયા પેઢીમાં નોકરી કરતાં મેહુલ સોલંકીએ તેના મિત્ર દર્શન સોની સાથે મળી 47 લાખની ચોરી કરવાનું આયોજન કરી નાણાં એડવાન્સમાં સરકાવી લીધા હતા. દર્શનના મોડાસા ખાતે રહેતા સંબંધીને ત્યાં નાણાં ના પેકેટ પહોંચાડી દેવાયા હતા. બીજી તરફ પેઢીમાં માતબર રકમની ચોરી થઈ હોવાની જયપાલસિંહ રાઠોડને જાણ થતાં તેઓએ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે ગુનામાં પોલીસે ત્રણ આરોપીઓ (૧) મેહુલસિંહ તખતસિંહ સોલંકી રહે.તરસંગ લીમડાવાળુ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ (ર) દર્શન ઉર્ફે પેન્ટર પંકજભાઇ સોની રહે.સોનીવાડ સુરેન્દ્ર સાયકલની પાસે પેન્ટર ખડકી ગોધરા (3) નરેન્દ્રકુમાર પ્રવિણચંદ્ર સોની રહે.મકાન નંબર ૪૩, પંચ જયોત સોસાયટી માલપુર રોડ મોડાસા ની બે મોબાઇલ ફોન અને 45 લાખ રૂપિયા રોકડા સાથે ધરપકડ કરી બે લાખ રૂપિયા રીકવરી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.