ડાંગ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
ગરવી તાકાત, વલસાડ: માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો ગરમી અને હીટવેવની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામા વધારો થયો છે. જોકે, હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાતનું વાતાવરણ સુકૂં રહેવાની આગાહી હતી.

સેલવાસના ઉંમરકુઈ કીલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો છે. હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા. આમ પલટાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે .એવા સમયે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના છેવાડાના વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. સેલવાસના ઉંમરકુઈ, કીલવની અને સીલી વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. હળવા વરસાદથી રસ્તાઓ ભીના થઈ ગયા હતા.આમ બદલાયેલા વાતાવરણ અને વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ આજે સવારથી અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. આહવા સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યુ છે. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા જશે અને દેશના ઉતરિય પર્વતિય વિસ્તારોમાં હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. આંધી વંટોળ અને ભારે પવનનુ જોર રહેશે.

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવતીકાલથી ગરમીનુ પ્રમાણ વધશે. જોકે તેમણે આગાહીમાં કહ્યુ હતુ કે, 28મી તારીખથી ગુજરાતના માટો ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમા ઉતર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 29 માર્ચના ગરમી, પવનની શક્યતા રહેશે. 30થી 31 માર્ચના ફરી પલટો આવશે. મહારાષ્ટ્રના ભાગોમાં વાદળો આવવાની શક્તા રહેશે. ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શકયતા રહેશે.

હવામાન વિભાગના ગુરૂવારે આપેલી માહિતીમાં જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે. પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. જ્યારે તાપમાનમાં ઘટાડો થશે. 24 કલાક બાદ (એટલે કે આજથી) કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જ્યારે ગાંધીનગર, ડિસા અને આણંદમાં વોર્મ નાઈટ (રાત્રીનું તાપમાન પણ ઊંચું નોંધાવું) અનુભવાઇ હતી. હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમામે આજે વોર્મ નાઇટની ચેતવણી છે. જેમા ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા અને આણંદ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ રાત્રીના ગરમ વાતાવરણની સંભાવના છે.

ભાજપે પ્રથમ વખત ક્યાંક આઝાદી બાદ ક્યાંક ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત જાણો કઇ બેઠકો જીતી
— બોરસદ, ઝઘડિયા, તાપીની વ્યારા બેઠક, ખેડાની મહુધા બેઠક અને ગરબાડા બેઠક પર ભાજપની જીત :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનો કારમો પરાજ્ય થયો છે. ભાજપે 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી છે. તો 182 સીટમાંથી કોંગ્રેસને માત્ર 17 તો આપને 5 સીટ જ મળી છે. ભાજપે 2022 ની ચૂંટણીમાં અનેક એવા રેકોર્ડ તોડ્યા છે, જે આજદિન સુધી ક્યારેય તૂટ્યા ન હતા. ભાજપ કોંગ્રેસની એવી બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું. ક્યાંક આઝાદી બાદ તો ક્યાંક ગુજરાતની સ્થાપના બાદ આ બેઠકો પર માત્રને માત્ર કોંગ્રેસનું શાસન હતું, પરંતું પહેલીવાર ભાજપે આ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી છે.

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના 5 અભેદ્ય કિલ્લા સર કરવામાં સફળતા મેળવી છે. ભાજપે અત્યાર સુધી ક્યારેય ન જીતેલી 5 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાત મહારાષ્ટ્રથી અલગ રાજ્ય થયું, ત્યારથી આ બેઠકો કોંગ્રેસ પાસે હતી. પરંતું આ બેઠકો પર હવે ભાજપનો ભગવો લહેરાયો છે. આવી બેઠકો વિશે જોઈએ…

ભાજપ માટે આ બહુમત કરતા પણ સૌથી મહત્વની જીત વ્યારાની કહી શકાય. કારણ કે, ભાજપે પહેલીવાર વ્યારામા જીતનો સ્વાદ ચાખ્યો છે. આઝાદી બાદ વ્યારામાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું, આ બેઠક કોંગ્રેસ પાસે જ રહી હતી. ત્યારે પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. જેનુ શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાત પર વધુ ફોકસ કર્યુ હતું અને અહીથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ મહેનત પીએમ મોદીને ફળી છે. કારણ કે, વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર કમળ ખીલ્યું છે. આઝાદી બાદથી અથાગ મહેનત છતાં ભાજપને ક્યારેય વ્યારામાં બહુમત મળી ન હતી. ભાજપ હંમેશાથી વ્યારામાં સત્તાથી દૂર રહી હતી. પરંતું 2022 ની ચૂંટણીમાં પરિવર્તન થયું છે, અને વ્યારામાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે.

ખેડા જિલ્લાની 6 બેઠકો પર ભગવો લહેરાયો છે. પરંતુ ભાજપની સૌથી મોટી જીત મહુધામાં છે. મહુધામાં ગુજરાતની સ્થાપના બાદ ભાજપે પ્રથમવાર જીત મેળવી. છે. મહુધા વિધાનસભાના કોંગ્રેસના ગઢમાં ભાજપ ગાબડું પાડવામાં સફળ રહ્યું છે. એક હથ્થું શાસનમાં રહેલી કોંગ્રેસની સીટ ભાજપે આંચકી લીધી છે. ભાજપના સંજયસિંહ મહીડા મહુધા વિધાનસભાના બેઠક પરથી વિજયી થયા છે. ગુજરાતની સ્થાપના બાદ સૌપ્રથમ વખત ભાજપે આ સીટ પર વિજય મેળવ્યો.

ખેડા જિલ્લામાં કોંગ્રેસનો ગઢ રહી ચૂકેલા મહુધા વિધાનસભા વર્ષ 1961થી એટલે કે રાજ્યના સ્થાપના સમયથી વિધાનસભાની બેઠક કોંગ્રેસના હસ્તક હતી. મહત્વનું છે કે, વર્ષ 2002ના ગોધરાકાંડ વખતે પણ કોંગ્રેસની આ બેઠક પર જીત થઈ હતી. આ બેઠક કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ ગુમાવવા માંગતી નહોતી. જે ગણતરી આજે ખોટી પડી છે. કેટલાય પાકા નેતાઓ આ સીટ પર લડ્યા અને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તે તમામ નિષ્ફળ રહ્યા છે.