ક્રાઈમ – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

શંકુઝ વોટર પાર્કમાં રૂ. ૬ લાખના ઘરેણાં ચોરીનું નાટક ખુલ્લું: ફરિયાદી મહિલાની બેગમાંથી જ મુદ્દામાલ મળ્યો
મુંબઈની મહિલાએ નોંધાવી હતી ફરિયાદ; પોલીસે શંકા જતાં તપાસ કરતા પોતાની જ બેગમાંથી ઘરેણાં નીકળ્યા

ગરવી તાકાત 8-9-2026

મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જગવિખ્યાત શંકુઝ વોટર પાર્કના નેચરલ હેલ્થ કેર સેન્ટરમાં અંદાજે રૂપિયા છ લાખની કિંમતના સોના-હીરાના ઘરેણાંની ચોરી થઈ હોવાની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં અત્યંત ચતુરાઈપૂર્વક તપાસ હાથ ધરીને આ સમગ્ર ચોરીના તરકટનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે મહિલાએ પોતાના દાગીના રૂમના લોકરમાંથી ચોરાઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તે તમામ કિંમતી ઘરેણાં અન્ય કોઈ પાસેથી નહીં પરંતુ તે મહિલાની જ અંગત બેગમાંથી કપડાં વચ્ચે સંતાડેલી હાલતમાં મળી આવ્યા હતા.

મુંબઈના અંધેરી પશ્ચિમમાં જે.બી. નગર વિસ્તારમાં આવેલી મની દર્શન બિલ્ડિંગ ખાતે રહેતા માધવી ભવરલાલ લખોટીયા ગત ૨૫ ઓગસ્ટના રોજ શંકુઝ વોટર પાર્કના નેચરલ થેરાપી સેન્ટરમાં રોકાણ અર્થે આવ્યા હતા. તેમણે પોતાના રોકાણ દરમિયાન રૂમમાં ઉપલબ્ધ લોકરમાં અંદાજે રૂપિયા ૫,૯૮,૫૦૦ની કિંમતના અત્યંત કિંમતી દાગીના મૂક્યા હતા. ત્યારબાદ ગત ૩ સપ્ટેમ્બરના રોજ તેમણે લોકર તપાસતા આ કિંમતી ઘરેણાં ગાયબ જણાયા હતા, જેથી સેન્ટરમાંથી દાગીના ચોરાઈ ગયા હોવાનું જણાવી તેમણે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં દોઢ લાખની કિંમતની વ્હાઇટ ગોલ્ડની વીંટી, સવા લાખનું ડાયમંડ મંગળસૂત્ર, બે લાખનું સોનાનું બ્રેસલેટ, પન્નાવાળી સોનાની વીંટી, હીરાજડિત વીંટી તેમજ કાંડા ઘડિયાળ સહિતના દાગીના ચોરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ચકચારી કેસની ગંભીરતાને ધ્યાને લઈને ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. આ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લાંઘણજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેલોત તેમજ પી.એસ.આઇ. પી.એસ. રાઠવા સહિતની પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સૌપ્રથમ સમગ્ર સંકુલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા અને સ્ટાફની ગતિવિધિઓ પર નજર દોડાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને કોઈ બહારની શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ ન જણાતા શંકાની સોય ફરિયાદી તરફ વળી હતી. પોલીસે ફરિયાદી મહિલાની કડકાઈ તેમજ યુક્તિપૂર્વક સઘન પૂછપરછ શરૂ કરતા તેઓ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા અને સંતોષકારક જવાબો આપી શક્યા નહોતા. જેથી પોલીસ ટીમે મહિલાની હાજરીમાં જ તેમના સામાનની ઊંડાણપૂર્વક તલાશી લેવાનું શરૂ કર્યું હતું. આ તપાસ દરમિયાન મહિલાની બેગમાં રહેલા ઇસ્ત્રી કરેલા કપડાંની ગડીઓ વચ્ચે અત્યંત ચતુરાઈથી છુપાવવામાં આવેલી એક પ્લાસ્ટિકની કોથળી પોલીસના હાથે ચડી ગઈ હતી. પોલીસે આ શંકાસ્પદ કોથળી ખોલીને જોતાં જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે જે તમામ દાગીના ચોરાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તે તમામ સોના અને હીરાના ઘરેણાં તેમાંથી સહીસલામત મળી આવ્યા હતા. લાંઘણજ પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાના ચોરીના આ હાઈવોલ્ટેજ ડ્રામાનો પર્દાફાશ કરી તમામ મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રામોસણામાં માતાજીના મંદિર સહિત અંગત પ્લોટ પચાવી પાડવાના પેંતરા મામલે હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ ટ્રસ્ટના 10 હોદ્દેદારો સામે ગુનો દાખલ
ગરવી તાકાત ઃ 6-9-2026

મહેસાણા તાલુકાના રામોસણા ગામમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન અને મેલડી માતાજીના મંદિરની મિલકત બોગસ દસ્તાવેજોના આધારે ટ્રસ્ટના નામે ચઢાવી હડપ કરી લેવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગામના 69 વર્ષીય વૃદ્ધ ખેડૂત ડાહ્યાભાઈ બબલદાસ પટેલની સ્વતંત્ર માલિકીના પ્લોટ પચાવી પાડવા માટે રચાયેલા ગુનાહિત કાવતરા સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા લાંબા સમય સુધી કાર્યવાહી ન કરાતાં આખરે મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને નિર્દેશ બાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે ‘શ્રી મેલડી સેવક પરિવાર ટ્રસ્ટ’ સાથે સંકળાયેલા 10 શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી ડાહ્યાભાઈ પટેલે વર્ષ 1982માં રામોસણાની સીમમાં આવેલી સર્વે નંબર 508 (જૂનો બ્લોક નંબર 4) વાળી જમીન કાયદેસર રીતે વેચાણથી રાખી હતી. ત્યારબાદ વર્ષ 1983માં નિયમોનુસાર બિનખેતી (એન.એ.) કરાવી માધવનગર સોસાયટીનું આયોજન કર્યું હતું. આ સોસાયટી પૈકીના પ્લોટ તેમની અંગત માલિકીના રહ્યા હતા. વર્ષ 1998માં ડાહ્યાભાઈએ પોતાની માલિકીના પ્લોટમાં અંગત ખર્ચે શ્રી મેલડી માતાજીનું ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું અને વર્ષ 2002માં શાસ્ત્રોક્ત વિધિથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરનું નિર્માણ થયા બાદથી આજદિન સુધી ફરિયાદી પોતે જ તેની નિયમિત સેવા-પૂજા અને દેખરેખ સંભાળી રહ્યા છે. આ મિલકત કે પ્લોટ તેમણે ક્યારેય કોઈ સંસ્થા કે ટ્રસ્ટને વેચાણ, ગીરો કે બક્ષિસ પેટે આપ્યા નથી.

તેમ છતાં રામોસણા સ્થિત ‘શ્રી મેલડી સેવક પરિવાર ટ્રસ્ટ’ના હયાત તેમજ નવા નિમાયેલા ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની દાનત બગડી હતી અને તેમણે આ કિંમતી જમીન તથા મંદિર હડપ કરી લેવાનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ ઓગસ્ટ 2025માં એક એજન્ડા બહાર પાડી મિટિંગ યોજી હતી, જેમાં ડાહ્યાભાઈની માલિકીની મિલકત અંગે સત્તાવાર કોઈ હક ન હોવા છતાં ખોટો ઠરાવ પસાર કરી નાખ્યો હતો. એટલું જ નહીં, આ બનાવટી ઠરાવને સાચા તરીકે રજૂ કરીને નાયબ ચેરિટી કમિશનર કચેરી, મહેસાણા ખાતે પરિશિષ્ટ-3 મુજબ ફેરફાર અરજી કરી પ્લોટ તથા મંદિરની મિલકત ટ્રસ્ટના નામે ચઢાવી દેવાનો ગેરકાયદે ખેલ રચ્યો હતો.

આ સમગ્ર ગેરરીતિ અંગે ફરિયાદીએ અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પરંતુ આરોપીઓ કુટુંબી સગા થતા હોવાથી પારિવારિક સંબંધો ન બગડે તે વિચારીને તુરંત ફોજદારી ફરિયાદ કરી ન હતી. જોકે કોઈ નિકાલ ન આવતાં અને અરજી પર નક્કર કાર્યવાહી ન થતાં ફરિયાદીએ ઓગસ્ટ 2026માં ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે મહેસાણા તાલુકા પોલીસે ઈશ્વરભાઈ બબલદાસ પટેલ, જીવણભાઈ શીવરામદાસ પટેલ, બાબુભાઈ છગનદાસ પ્રજાપતિ, મનોજકુમાર રામભાઈ પટેલ, સુનિલભાઈ ખોડાભાઈ પટેલ, હસમુખભાઈ ઈશ્વરલાલ પટેલ, પ્રકાશચંદ્ર જોઈતારામ પટેલ, હરેશકુમાર વીરાભાઈ પટેલ, રવિકુમાર ગણપતભાઈ પટેલ અને શૈલેષકુમાર શંકરભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

રાજસ્થાનની કુખ્યાત મોગિયા (બાગરી) ગેંગનો પર્દાફાશ, ફરાર ત્રણ સાગરીતોની શોધખોળ તેજ
વિસનગરની જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરનાર રાજસ્થાની ગેંગની મહિલારુ.2.48 લાખની રોકડ સાથે મહેસાણા એલસીબીના સકંજામાં

ગરવી તાકાત ઃ6-9-2026

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિસનગર શહેરની એક જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરનાર આંતરરાજ્ય ગેંગ સામે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનની કુખ્યાત મોગિયા (બાગરી) ગેંગની એક સક્રિય મહિલા સાગરીતને એલસીબીની ટીમે બાતમીના આધારે મહેસાણાના રામોસણા બ્રિજ નજીકથી ઝડપી પાડી છે.

એલસીબી પીઆઈના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કાર્યરત હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ વિસનગરની જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાના શારીરિક વર્ણનવાળી એક શકમંદ મહિલા મહેસાણા રામોસણા બ્રિજના છેડે આવેલી દર્શન હોટેલ નજીક ઊભી છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરીને મેહનતા ઉર્ફે કજોડી સત્યવાન બાગરી (ઉંમર વર્ષ 30, રહેવાસી બારા, રાજસ્થાન) નામની મહિલાને અટકાયતમાં લીધી હતી.

પોલીસે મહિલા પાસેથી રુ.2,48,000ની રોકડ રકમ જપ્ત કરી કડક પૂછપરછ હાથ ધરતાં તેણે કબૂલાત કરી હતી કે આશરે એકાદ મહિના અગાઉ તેણે પોતાના સાગરીતો સાથે મળીને વિસનગરની જ્વેલર્સની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરી અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયેલો હોવાથી ઝડપાયેલી મહિલાને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે વિસનગર શહેર પોલીસને સોંપવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સાગરીતો લક્ષ્મીબેન બાગરી, સુમન ઉર્ફે સુશીલા બાગરી અને લોકેશ બાગરી હાલ ફરાર હોવાથી પોલીસે તેમને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

પાલનપુર ભરત ચૌધરી મર્ડર કેસ: ૧ વર્ષથી ફરાર મુખ્ય આરોપી LCBના સકંજામાં
ગરવી તાકાત ઃ 27-8-2026

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચકચારી ભરત ચૌધરી મર્ડર કેસમાં પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં છેલ્લા એક વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા મુખ્ય આરોપીને એલસીબીની ટીમે ફિલ્મી ઢબે દબોચી લીધો છે.

બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ડ્રાઈવ અંતર્ગત કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.

દરમિયાન એલસીબી પોલીસ ટીમને ચોક્કસ ગુપ્ત બાતમી, હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે મહત્વની કડી મળી હતી કે ભરત ચૌધરી હત્યા કેસનો વોન્ટેડ આરોપી પાલનપુર-અમદાવાદ હાઈવે પરથી પસાર થવાનો છે. આ સચોટ માહિતીના આધારે પોલીસે પાલનપુર-અમદાવાદ હાઈવે પર આવેલા ગઠામણ પાટિયા નજીક વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે સફળતાપૂર્વક ઘેરાબંધી કરીને છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અશ્વિન ઉર્ફે રાજુ ભપ શંકરભાઈ પટેલ (ઉંમર વર્ષ ૩૯, રહે. આનંદનગર સોસાયટી, પાલનપુર) ને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો.

આ ચકચારી હત્યા કેસ સંદર્ભે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧), ૧૦૯, ૧૧૫(૧), ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૧(૩), ૩૨૪(૪) તેમજ જીપી એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધાયેલો હતો. એલસીબી પોલીસે ઝડપાયેલા આરોપી અશ્વિન ઉર્ફે રાજુ પટેલનો કબ્જો મેળવીને આગળની રિમાન્ડ સહિતની કાયદેસરની કાર્યવાહી અર્થે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

જૂની અદાવતમાં કારનો કાચ ફોડ્યો, ડ્રોઅરમાંથી ₹50 હજારની ઉઠાંતરી!
મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરાની ઘટના : અગાઉ ડ્રાઈવર તરીકે કામ કરતા બે શખસો સામે ફરિયાદ, દારૂની ટેવના કારણે નોકરીમાંથી છૂટા કરાયા હોવાનો આક્ષેપ

મહેસાણા: મહેસાણા તાલુકાના પાંચોટ આનંદપુરા ગામે જૂની અદાવતના પગલે કારનો આગળનો કાચ ઈંટ-રોડા મારીને તોડી નાખી કારના ડ્રોઅરમાંથી રોકડા ₹50 હજાર ચોરી કરી બે શખસો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. કારના કાચને આશરે ₹5 હજારનું નુકસાન થયું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

પાંચોટ આનંદપુરામાં રહેતા મહેશભાઈ માધવલાલ પટેલ ખેતી ઉપરાંત સ્કૂલવાનનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ, તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં તેઓ બાળાવીર મંદિર પાસે સ્મશાનના ગેટ આગળ પોતાની અલ્ટો કાર લઈને ઊભા હતા. તે દરમિયાન તેમની વાનનો ડ્રાઈવર અરવિંદજી ઠાકોર ઈકો ગાડી લઈને ત્યાં આવ્યો હતો. લેવડ-દેવડના કામે સાથે જવાનું હોવાથી વરસાદ અને ઉતાવળના કારણે મહેશભાઈ કાર લોક કર્યા વગર જ અરવિંદજી સાથે નીકળી ગયા હતા.

થોડીવાર બાદ પરત ફરતાં કારનો આગળનો કાચ ઈંટ-રોડા મારીને તોડી નાખવામાં આવ્યો હોવાનું જણાયું હતું. કારનું ડ્રોઅર તપાસતા તેમાં રાખેલા રોકડા ₹50 હજાર પણ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

અગાઉ બંને ડ્રાઈવર તરીકે કામ કરતા હતા

ફરિયાદમાં મહેશભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેઓ કાર મૂકીને ગયા ત્યારે સ્થળથી આશરે 100 મીટર આગળ ‘માં’ લખેલી સફેદ રંગની ઈકો ગાડી ઊભી હતી. તેમાં સંદીપભાઈ હરિભાઈ ઠાકોર અને નિકુલજી ઉર્ફે સેંધાજી વિષ્ણુજી ઝાલા બેઠેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ, આ બંને અગાઉ મહેશભાઈની ગાડીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. બંનેને દારૂ પીવાની ટેવ હોવાના કારણે તેમજ ₹18 હજારની લેવડ-દેવડના મામલે આશરે ચાર મહિના અગાઉ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હતા. આ જૂની અદાવતના કારણે બંનેએ કારના કાચમાં તોડફોડ કરી ડ્રોઅરમાંથી ₹50 હજારની ચોરી કરી હોવાનો મહેશભાઈએ આક્ષેપ કર્યો છે.

આ મામલે મહેશભાઈ માધવલાલ પટેલે સંદીપભાઈ હરિભાઈ ઠાકોર અને નિકુલજી ઉર્ફે સેંધાજી વિષ્ણુજી ઝાલા સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં ખરેખર ₹50 હજારની ચોરી કોણે કરી અને કારના કાચમાં તોડફોડ કોણે કરી તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

ગુજરાતમાં 1.2. કરોડ રૂપિયાનો દારૂ જપ્ત, 2 રાજસ્થાની શખ્સોની ધરપકડ….
-> બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ ના થરા-રાંધણપુર પટ પર ઉન ગામ ઓવરબ્રિજ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો :

ગરવી તાકાત બનાસકાંઠા : ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ પર દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) અને રૂ. ૧.૨૦ કરોડથી વધુની અન્ય મિલકત જપ્ત કરી છે, જે તાજેતરના અઠવાડિયામાં યુનિટ દ્વારા નોંધાયેલા સૌથી મોટા દારૂના જપ્તીમાંનો એક છે. આ કાર્યવાહી સમગ્ર ગુજરાતમાં SMC દ્વારા આંતરરાજ્ય દારૂ દાણચોરી નેટવર્કને નિશાન બનાવવા માટે કરવામાં આવેલી શ્રેણીબદ્ધ મોટી કાર્યવાહીને અનુસરે છે.

બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ ના થરા-રાંધણપુર પટ પર ઉન ગામ ઓવરબ્રિજ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો. ચોક્કસ માહિતીના આધારે, SMC ટીમે રાજ્યના દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરીને ગુજરાતમાં દારૂનું પરિવહન કરી રહેલા એક ટ્રકને અટકાવ્યો.

પોલીસે વાહનમાંથી 1,05,12,451 રૂપિયાની કિંમતની 16,349 IMFL બોટલ જપ્ત કરી. 15 લાખ રૂપિયાની કિંમતની ટ્રક, 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન, 210 રૂપિયા રોકડા, કવરિંગ કાપડ, એક દોરડું, 150 બંડલ કચરાના કાપડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને FASTag પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત 1,20,22,661 રૂપિયા આંકવામાં આવી છે. ઘટનાસ્થળેથી બે રાજસ્થાનના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી.

તેમની ઓળખ ટ્રક ડ્રાઇવર ઓમપ્રકાશ કકલ અને ક્લીનર જીતેન્દ્રકુમાર કકલ તરીકે થઈ હતી, બંને બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના આદર્શ લુખુ ગામના રહેવાસી હતા. ગુજરાત દારૂબંધી અધિનિયમની કલમ 65(A), 65(E), 116(B), 81, 83 અને 98(2) તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3), 340(2) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘણા વોન્ટેડ આરોપીઓના નામ જાહેર કર્યા છે, જેમાં બાડમેર જિલ્લાના સોડિયાર ગામના કથિત દારૂ સપ્લાયર હરીશ કુકાના, ટ્રકના માલિક, ભુજમાં રહેતો એક અજાણ્યો રીસીવર અને લુધિયાણામાં દારૂનો જથ્થો લોડ કરવાનો આરોપ લગાવનાર અન્ય એક અજાણ્યો વ્યક્તિનો સમાવેશ થાય છે.

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે સપ્લાય ચેઇનમાં સામેલ તમામ લોકોને ઓળખવા અને પકડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તાજેતરની જપ્તી SMC કામગીરીના શ્રેણીમાં ઉમેરો કરે છે. જૂનમાં, યુનિટે દહેગામ નજીક રૂ. 16.72 લાખની કિંમતની IMFL અને SUV જપ્ત કરી હતી જ્યારે છ આરોપીઓને બુક કર્યા હતા. જુલાઈમાં, તેણે ગાંધીનગર જિલ્લામાં દરોડામાં રૂ. 6.28 લાખની કિંમતની IMFL જપ્ત કરી હતી, જેમાં કુલ જપ્ત કરાયેલી મિલકતની કિંમત રૂ. 16.39 લાખ હતી.

રાજગર હેડુવામાં મોબાઇલ ટાવરમાંથી કેબલ વાયર ચોરીનો ભેદ મહેસાણા તાલુકા પોલીસે ઉકેલી બે ઈસમોને ઝડપી પાડ્યા…
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજગર હેડુવા ગામની સીમમાં મોબાઇલ ટાવરમાંથી ઇલેક્ટ્રીકલ કેબલ વાયરની ચોરી થવાની ઘટનાનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ચોરીના મુદ્દામાલ અને બાઈક સાથે બે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જી.જે.અમીનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પાલાવાસણા સર્કલ નજીક પેટ્રોલિંગમાં આ દરમિયાન ASI ગૌરવકુમાર અને ચેતનભાઇને ખાનગી રાહે બાતમી મળી.

મોટરસાઈકલ નંબર-GJ 08 EB 2932 પર બે શખસ ચોરી કરેલા કેબલ વાયર પરનું પ્લાસ્ટિક ઉતારી, અંદરથી નીકળેલા તાંબાના વાયરને વેચવા માટે મહેસાણા તરફ આવી રહ્યા બાતમીના આધારે પોલીસે પાલાવાસણા સર્કલ પાસે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું એ દરમિયાન શંકાસ્પદ મોટરસાઇકલ આવતા તેને રોકી પાછળ બેઠેલા શખસ પાસેથી પ્લાસ્ટિકની થેલી તપાસતાં તેમાંથી તાંબાના વાયરના ગૂંચળા મળી આવ્યા પોલીસે કડક પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલાત કરી બે દિવસ પહેલાં રાત્રે રાજગર હેડુવા ગામની સીમમાં મોબાઈલ ટાવરમાંથી કેબલની ચોરી કરી તે કેબલ કુકસ ગામની સીમમાં ઝાડીઓમાં સંતાડી દીધો.

અને તેના ટુકડા કરી તાંબાના વાયર છૂટા પાડ્યા આ તાંબાના ગૂંચળા તેઓ વેચવા જઈ રહ્યા ત્યારે જ પોલીસના હસ્તગત થઈ ગયા પોલીસે કુકસ ઠાકોરવાસમાં રહેતા દિનેશજી મોહનજી વિરમાજી (ઉં.વ. 38, મૂળ રહે. કુંવારવા, તા. કાંકરેજ) અને પાલોદર ઠાકોરવાસના કલ્પેશજી બાબુજી કુંવરજી (ઉં.વ. 24) નામના બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી ₹ 15 હજારની કિંમતનું 10 કિલો તાંબુ અને 20 હજારની કિંમતનું મોટરસાઈકલ મળી ₹ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ-ANTF ગાંધીનગર ઝોનની ટીમે પાટણના ડેર ગામ પાસેથી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી
ગરવી તાકાત પાટણ : એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ-ANTF ગાંધીનગર ઝોનની ટીમે પાટણ તાલુકાના ડેર ગામ પાસેથી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી આ કાર્યવાહીમાં અફીણ, રોકડ અને અન્ય સામાન મળી કુલ ₹11,06,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ANTF ગાંધીનગરના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જે. બલોચના માર્ગદર્શન હેઠળ ડિટેક્ટીવ પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ અને તેમની ટીમ પાટણ વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રાઇવ પર.

તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર પટણીને બાતમી મળી મધ્યપ્રદેશનો જગદીશ બનજારા અફીણનો જથ્થો ડેર ગામના રજુજી ગુલાબજી ઠાકોરને આપવા આવવાનો આ બાતમીના આધારે, ટેકનિકલ લોકેશન અને પંચોની હાજરીમાં પાટણ તાલુકાના ડેરથી બાલીસણા જવાના રોડ પર દરોડો પાડવામાં આવ્યો કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ₹10,05,000 ની કિંમતનું 2 કિલો 10 ગ્રામ ગેરકાયદેસર અફીણ મળી આવ્યું.

આ ઉપરાંત, સ્થળ પરથી ₹1,00,610 રોકડા, મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ અને ડાયરી સહિત કુલ ₹11,06,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 18(C) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કેસમાં મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મનાસા તાલુકાના કરજોડ ગામનો પ્રહલાદ રાઠોડ વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરાયો.

શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રકમાં લઈ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…
ગરવી તાકાત અરવલ્લી : શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રકમાં ફ્રૂટીના બોક્સની આડમાં અમદાવાદ લઈ જવાતો રૂ.37.14 લાખનો વિદેશી દારૂ ઝડપીદારૂ ટ્રક સહિત કુલ રૂ.52.49 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની અટકાયત કરી ગાડી દ્વારા પાયલોટિંગ કરતાં બે વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો શામળાજી પોલીસનો સ્ટાફ અણસોલ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યો.

તે દરમિયાન પીઆઈ એસ.એસ.માલને ખાનગી માહિતી ટ્રકમાં ફ્રૂટીના બોક્સની આડમાં વિદેશી દારૂ છુપાવીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે ટ્રક નંબર UK-07-CB-3856 અણસોલ ચેકપોસ્ટ પર આવતા પોલીસે બેરિકેટીંગ કરીને તેને અટકાવી ટ્રકની તલાશી લેતાં તેમાંથી ફ્રૂટીના 150 બોક્સની પાછળ છુપાવેલી વિદેશી દારૂની પેટી નંગ 353 મળી.

પોલીસે રૂ.37,14,228ની વિદેશી દારૂની 10356 બોટલ અને ફ્રૂટીના બોક્સ તેમજ ટ્રક સહિત કુલ રૂ.52,49,228નો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક ઇલ્તાફ સબ્બીર ઇશાકઅલી ફકીર (58) રહે. સાહસપુર, તા. વિકાસનગર, જિ. દહેરાદૂન, ઉત્તરાખંડની અટકાયત કરી વોન્ટેડ આરોપી વિદેશી દારૂ ભરી આપી પાયલોટિંગ કરનાર ગાડીનો અજાણ્યો ચાલક તથા તેની સાથેનો અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી.

મહેસાણા LCBએ જોટાણાની સીમમાંથી 3.16 લાખના વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડ્યો…
ગરવી તાકાત મહેસાણા : ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે જોટાણા ગામની સીમમાં ચોરતલાવડી તરીકે ઓળખાતા ખેતરમાં દરોડો પાડ્યો આ ખેતર જોટાણા ગામના પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ તખુજી ચાવડાના કબજા ભોગવટાનું હોવાનું ખુલ્યું જ્યાં પતરાના ઢાળિયાની બાજુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને વેપાર કરવામાં આવતો પોલીસે ઘટનાસ્થળે રેડ કરીને અલગ-અલગ બ્રાન્ડની શીલબંધ બોટલો.

અને ટિન સહિત કુલ 1464 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો જેની કુલ કિંમત રૂપિયા 3,16,120 થાય જોકે, રેડ દરમિયાન આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ ચાવડા સ્થળ પર હાજર મળી આવ્યો ન આથી મહેસાણા એલ.સી.બી.એ વિદેશી દારૂનો તમામ મુદ્દામાલ કબજે કરી, ફરાર આરોપી વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.