Coronavirus 2020 – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

રોજ આ ૫ વસ્તુઓનું કરો સેવન ફેફસાને મજબૂત બનાવવા સેવન, બચી જશો ઈન્ફેકશન અને લંગ્સના રોગોથી
તા. ૨૬ : શરીરને હમેશાં હેલ્ધી રાખવા માટે ફેફસા યોગ્ય રીતે કામ કરે એ જરૂરી છે અને કોરોના સંકટમાં તો ફેફસાનું ધ્યાન રાખવું સૌથી વધુ જરૂરી થઈ ગયું છે. તો તમારા ફેફસાને હેલ્ધી રાખવા આ ફૂડ્સ ચોક્કસથી ખાઓ.

જો તમારા ફેફસા યોગ્ય રીતે કામ નહીં કરે તો તમારે અસ્થમા, બ્રોન્કાઇટિસ, ન્યૂમોનિયા, ટીબી, કેન્સર જેવા જીવલેણ રોગોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ કોરોનાથી બચવા માટે પણ ફેફસાને મજબૂત રાખવા જરૂરી છે કારણ કે આ વાયરસ સીધો ફેફસા પર એટેક કરે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો ચાલો જાણી લો એવા ફૂડ્સ વિશે જે તમારા ફેફસાને મજબૂત બનાવે છે.

હળદર : હળદરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓકસીડેન્ટ અને એન્ટીઈન્ફલામેન્ટરી ગુણ હોય છે. જે સંક્રમણથી બચાવે છે. રોજ સૂતા પહેલાં હળદરવાળું દૂધ પીવાથી લંગ્સ મજબૂત રહે છે અને ઈમ્યૂનિટી વધે છે.

મધ : આયુર્વેદમાં મધનું ખૂબ જ મહત્વ છે, તેમાં એન્ટીબેકટેરિયલ પ્રોપર્ટી હોય છે. જેથી તેનું સેવન કરવાથી ફેફસા હેલ્ધી રહે છે અને ફેફસામાં રહેલાં વિષાકત પદાર્થો દૂર થઈ જાય છે. સવારે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પી શકાય છે.

તુલસી : તુલસીના પાનમાં પોટેશિયમ, આયર્ન, કલોરોફિલ, મેગ્નેશિયમ, કેરોટિન અને વિટામિન-સી વધુ પ્રમાણમાં હોય છે જે ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ ૪-૫ પાન ચાવીને ખાઈ લો. આ સિવાય તમે ગિલોય અને તુલસીનો ઉકાળો બનાવીને પી શકો છો.

અંજીર : અંજીરમાં ઘણાં ચમત્કારી તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન જેવા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી લંગ્સ વધુ મજબૂત બને છે. સાથે જ તે હાર્ટને પણ હેલ્ધી રાખે છે.

લસણ : લસણ એન્ટીબાયોટિક, એન્ટીફંગલ, એન્ટીવાયરલ ગુણની સાથે કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન જેવા તત્વો હોય છે. જે ફેફસાને મજબૂત રાખવામાં મદદ કરે છે. એક વ્યકિત દરરોજ સવારે ખાલી પેટ પર લસણની ૨-૩ કળીનું સેવન કરી શકે છે. આ સિવાય જો તમને ખૂબ ગરમી લાગે છે, તો પછી લસણની એક કળી રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરો.

મહેસાણા શહેરમાં ગંભીર હદે વધી રહેલા કોરોના સંક્રમણની ચેઈન તોડવા જાહેર કરાયેલા ૧૧ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનને લઈને ગુરુવારે પ્રથમ દિવસે શહેરનાં બજારો સંપૂર્ણ બંધ રહ્યાં
મહેસાણા શહેરમાં ગંભીર હદે વધી રહેલા કોરોના સંક્રમણની ચેઈન તોડવા જાહેર કરાયેલા ૧૧ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનને લઈને ગુરુવારે પ્રથમ દિવસે શહેરનાં બજારો સંપૂર્ણ બંધ રહ્યાં હતાં. જો કે, કેટલાક લોકો વાહનો લઈને બજારમાં ફરતા કે શેરી-મહોલ્લામાં ટોળે વળેલા પણ જોવા મળ્યા હતા.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ ગંભીર હદે ફેલાઈ રહ્યું છે. રોજે રોજ મોટી સંખ્યામાં નવા કોરોના સંક્રમિતો ઉમેરાઈ રહ્યા છે અને સારવાર માટેની સુવિધાઓ પણ ખૂટી પડી છે, લોકોના જીવન પર સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે પરિસ્થિતિ હજુ વધુ વિકટ બને તે પહેલાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસ રૂપે જિલ્લાનાં વિવિધ શહેરોના વેપારીઓએ પોતપોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો જાહેર કર્યા છે. જે મુજબ મહેસાણા શહેરનાં વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે તંત્રની મળેલી બેઠકમાં ૨૨ એપ્રિલથી ૨ મે સુધી મહેસાણા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આવશ્યક સેવા સિવાયના નાના-મોટા તમામ ધંધારોજગાર, મોલ વગેરે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જે મુજબ ગુરુવારે મહેસાણા શહેરના વેપારીઓએ તમામ નાના-મોટા ધંધારોજગાર બંધ રાખી સ્વૈચ્છિક લોકડાઉનમાં સમર્થન આપ્યું હતું. જેના કારણે બજારમાં ટ્રાફિક અને લોકોની ભીડ થઈ નહોતી. શહેરનાં બજારો સંપૂર્ણ બંધ રહેતાં બુધવારે લોકો ખરીદી માટે ઉમટી પડતાં જે માર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો તે માર્ગો પણ ગુરુવારે સુમસામ બની ગયા હતા. જો કે, કેટલાક લોકો હજુ પણ ગંભીરતા સમજતા ન હોય તેમ બજારમાં વાહનો લઈને ફરતા તેમજ શેરી-મહોલ્લા કે સોસાયટીઓમાં ભેગા થઈને ફરતા કે બેસેલા જોવા મળ્યા હતા. આવા લોકોએ પણ સમયની ગંભીરતા પારખી સ્વયંભુ શિસ્ત કેળવવી જરૂરી બની છે.

ગંજબજારના શાકમાર્કેટના વેપારીઓ શહેર બહારના સ્થળેથી કામગીરી કરશે

મહેસાણા ગંજબજારમાં ઉત્તર ગુજરાતના હબ સમાન શાકમાર્કેટ અને ફ્રૂટમાર્કેટ આવેલું છે. જ્યાં છૂટક વેપાર પણ થતા હોય છે. જેના કારણે ગુરુવારે શહેરમાં સંપૂર્ણ લોકડાઉન વચ્ચે પણ સવારે આ શાકમાર્કેટમાં શહેરીજનો સહિતની ભીડ જોવા મળી હતી. જેથી પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, કારોબારી ચેરમેન કૌશિકભાઈ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ સહિતે શાકભાજી અને ફ્રુટના વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં શુક્રવારે સવારે ૧૧ વાગ્યા બાદ અહીં છૂટક શાકભાજી-ફ્રુટ માર્કેટ બંધ કરવાનું નક્કી કરાયું હતું તેમજ જથ્થાબંધના વેપારીઓ પણ શહેર બહાર કોઈ જગ્યા નક્કી કરીને શનિવારે ત્યાંથી જ બારોબાર શહેરના છૂટક ફેરિયા તેમજ બહારના વેપારીઓને માલ સપ્લાય કરશે તેવો નિર્ણય લેવાયો હોવાનું મુકુંદભાઈ પટેલે જણાવ્યું હતું.

ઓક્સિજન ની અછત ને પગલે મહેસાણામાં શંકુજ કોવિડ કેર હોસ્પિટલ દ્વારા નવા દર્દી લેવાનું બંધ કરાયું
મહેસાણામાં શંકુજ કોવિડ કેર હોસ્પિટલ દ્વારા નવા દર્દી લેવાનું બંધ કરાયું ઓક્સિજન ની અછત ને પગલે નવા દર્દી દાખલ કરવાનું બંધ કરાયુંઅગાઉ થી દાખલ દર્દી ની સારવાર યથાવતદાખલ દર્દી ની સારવાર પૂર્ણ થયા બાદ શંકુજ  કોવિડ દર્દીને દાખલ નહીં કરેકેન્સર હોસ્પિટલમાં કોવિડ ની ફેસિલિટી શરૂ કરવામાં આવી હતીઓક્સિજન ની ઉણપ ને કારણે હોસ્પિટલ કોવિડ કેર બંધ કરશે

મહેસાણા આર.ટીઓ કચેરી પાસે હંગામી સ્મશાન પાલિકા એ ઉભું કર્યું
મહેસાણાના પરા સ્થિત નિજધામમાં છેલ્લા બે દિવસથી દૈનિક ૨૭ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, અહીં ગેસ આધારિત બે ચિતા પૈકી એક બંધ થઈ ગઈ હોવાથી અંતિમ સંસ્કારમાં થતા વિલંબના કારણે કલાકો સુધી મૃતદેહો લાઈનમાં પડ્યા રહે તેવી સ્થિતિને લઈને પાલિકા દ્વારા બીજું વૈકલ્પિક સ્મશાન કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણનો સૌથી વધુ આતંક મહેસાણા શહેર અને તાલુકામાં છે, જેને લઈને મહેસાણા શહેરના પરા વિસ્તારમાં આવેલા નિજધામમાં દૈનિક મોટી સંખ્યામાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હોય તેવા મૃતદેહો હોવાથી તેવા મૃતદેહોને ગેસ આધારિત ચિતામાં અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. જો કે, મહેસાણાના નિજધામમાં સતત અંતિમ સંસ્કાર ચાલુ રહેતાં ગેસ આધારિત બે ચિતા પૈકી એકનું વાયરિંગ બળી ગયું હોવાથી હાલમાં એક જ ચિતા ચાલુ છે. એવા સમયે છેલ્લા બે દિવસથી અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યા પણ વધી છે. પરાના નિજધામમાં છેલ્લા બે દિવસથી દૈનિક ૨૫થી ૨૭ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. એક ચિતા બંધ છે ત્યારે કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હોય તેવા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં વિલંબ થતો હોવાથી અહીં મૃતદેહોનો ખડકલો થઈ જતો હોય છે. કલાકો સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાહ જોવી પડે છે. મંગળવારે બપોરે પરાના નિજધામમાં એક સાથે ૧૧ જેટલા મૃતદેહોનો ખડકલો થઈ ગયો હતો.

બીજી તરફ સિદ્ધપુરના મુક્તિધામમાં પણ અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં મૃતદેહો આવવાના કારણે સતત ચાલુ રહેતી ચિતાઓનું સમારકામ કરવાની જરૂર પડી હોવાથી તેમણે આસપાસના ૨૦ કિમી સિવાયના વિસ્તારમાંથી મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સિદ્ધપુર ન આવવા અપીલ કરી છે. જેને લઈને મહેસાણાના નિજધામમાં હજુ પણ અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યા વધે તો મોટી સમસ્યા સર્જાય તેવી સંભાવના છે ત્યારે પાલિકા દ્વારા શહેરમાં હંગામી સ્મશાન કાર્યરત કરવાની કવાયત શરૂ કરાઈ છે.

પાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મામલતદાર, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓએ નાગલપુર ખારી નદી પાસે આરટીઓ કચેરીની પાછળની જગ્યા નક્કી કરી છે. જ્યાં અંતિમ સંસ્કાર માટે લોખંડનાં માળખાં, લાકડાં, છાંયા સાથેની બેઠક વ્યવસ્થા, પાણી, લાઈટ વગેરેની વ્યવસ્થા કરી બે દિવસમાં સ્મશાન કાર્યરત કરાશે. જેથી શહેરીજનોને સ્વજનોના અંતિમ સંસ્કાર માટે મુશ્કેલીમાં ના મુકાવું પડે.

મહેસાણા માં કોરોના કાળ માં મૃતદેહો નો ખડકલો થવાથી તંત્ર એ તજવીજ હાથ ધરીમહેસાણા સ્મશાન માં એકજ ભઠ્ઠી હોવાથી પાલિકા એ હંગામી સ્માશન ઉભું કર્યુંમહેસાણા આર.ટીઓ કચેરી પાસે હંગામી સ્મશાન પાલિકા એ ઉભું કર્યુંતાત્કાલિક સ્મશાન ઉભું કરાતા અંતિમ વિધિ માં ઘટશે વેઇટિંગ

ચીનમાં કોરોનાનો બીજો તબક્કો એકદમ નબળો, કારણ આવ્યા સામે
ગરવી તાકત; અમદાવાદ : કોરોનાની બીજી લહેર સામે દુનિયાના બીજા દેશો સાથે ભારત પણ ઝઝૂમી રહ્યુ છે.તબીબી સુવિધાઓ ઓછી પડી રહી છે અને સરકારો લાચાર બની રહી છે ત્યારે દુનિયાભરમાં કોરોના વાયરસને ફેલાવનારા ચીનમાં સ્થિતિ સામાન્ય છે.ચીનની ઈકોનોમી પણ પાટે ચઢી ગઈ છે અને અહીંયા સાવ ઓછા કોરોના કેસ સામે આવી રહ્યા છે.ઘણા લોકોને તેના કારણે આશ્ચર્ય પણ થઈ રહ્યુ છે.

જોકે ચીનના નિષ્ણાતોના મતે કોરોના પર ચીને મેળવેલા કાબૂ પાછળ મુખ્ય ચાર કારણો છે.

કારણ એક

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મેળવેલા કાબૂ બાદ અલગ અલગ સ્તરે કોરોનાને નિયંત્રણમાં રાખવામાં કોઈ કસર રાખી નથી.ચીનમાં કોલ્ડ ચેન સપ્લાય, દુકાનો, તબીબી સેવાઓ જેવા વિવિધ વ્યવસાયોમાં કાર્યરત લોકોનુ નિયમિત રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે.માસ્ક પહેરવો ફરજિયાત છે અને જાહેર સ્થળોએ પણ નજર રાખવામાં આવે છે.બહારથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈનના આકરા નિયમો લાગુ કરાયા છે. કારણ બે

ચીનમાં જ્યાં પણ કોરોનાના કેસ દેખાય કે તરત જ તેટલા વિસ્તારમાં જ કેસ સિમિત રહે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવે છે.ચીનમાં વુહાનમાથી લોકડાઉન હટાવાયુ તે પછી જ્યાં જ્યાં કોરોનાના કેસ દેખાયા ત્યાં ચીને લોકોને ક્વોરેન્ટાઈન કરીને, સિમિત લોકડાઉ લગાવીને અને તેટલા વિસ્તારમાં મોટા પાયે કોરોના ટેસ્ટ કરીને કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હતો.જેથી કોરોનાનો વ્યાપ વધી શક્યો નથી.

કારણ ત્રણ

ચીનમાં કોમ્યુનિસ્ટ સરકાર હોવાથી સ્થાનિક અધિકારીઓને જવાબદાર માનવામાં આવ છે.કોરોનાના પ્રારંભમાં જે અધિકારીઓ બેદરકાર રહ્યા હોવાનુ સામે આવ્યુ તેમને હોદ્દાઓ પરથી હટાવીને નિયમો પ્રમાણે સજા પણ આપવામાં આવી હતી.જેમ કે ચીનના રુઈલી વિસ્તારમાં ગયા મહિને કોરોનાના કેસ સામે આવ્યા તે પછી સ્થાનિક સમિતિના સચિવને પદ પરથી દુર કરાયા હતા.

કારણ ચાર

ચીનમાં લોકો સરકાર દ્વારા અપાયેલી ગાઈડલાઈનનુ પાલન કરવામાં વધારે શિસ્તબધ્ધ અને સક્રિય છે.બે મહિના પહેલા ફેબ્રુઆરીમાં ચીનનો સૌથી મોટો વસંત રુતુનો તહેવાર હતો.આ પહેલા સરકારે લોકોને પોતાના કામના સ્થળે જ ઉજવણી કરવા અને વતન પાછા નહીં જવા માટે કહ્યુ હતુ.જેનુ લોકોએ પાલન પણ કર્યુ હતુ.આમ લોકોનો સહકાર કોરોના સંક્રમણની ચેન તોડવા માટે બહુ જરુરી છે જે ચીનની સરકારને મળે છે.

કોરોનાને પગલે અમદાવાદમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર મુસાફરો ઘટ્યાં, અમદાવાદ બહાર જતાં મુસાફરોની સ્ટેશન પર ભીડ
કોરોનાના કેસ વધતાં અમદાવાદમાંપરિસ્થિતિ હવે કાબુ બહાર થઈ ગઈ છે.જેથી આસમયમાં બહારથી અમદાવાદમાં આવીને વસેલા તેમજ શહેરમાં આવીને મજુરી કામ કરનાર લોકો હવે શહેર છોડીને અન્ય જગ્યાએ જઈ રહ્યાં છે. અગાઉ લોકડાઉન સમયે ઘણા બહારના લોકો ફસાય ગયા હતા અને કેટલાય લોકો પોતાના વ્હીકલ અને કેટલાક લોકોને પગપાળા વતનની રાહ પકડવી પડી હતી. કાલુપુર રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેશન બહાર જતાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે બહારથી શહેરમાં આવતા લોકો ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. ગત વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય અને લોકોમાં લોકડાઉનને લઈને ભય છે. તેથી તેઓ શહેર છોડીને અન્ય જગ્યાએ જઈ રહ્યાં છે.બીજી તરફ અમદાવાદ આવનાર લોકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. અમદાવાદમાં આવતી ટ્રેનો અને બસ પણ મોટા ભાગે ખાલી જોવા મળી હતી. કાલુપુર રેલ્વે સ્ટેશન તો સૂમસામ જોવા મળ્યું હતું. રેલ્વે સ્ટેશન પર એકલ દોકલ વ્યક્તિઓની જ અવરજવર દેખાઈ રહી હતી. અગાઉ જે રેલ્વે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી તે રેલ્વે સ્ટેશન એક દમ ખાલીખમ દેખાયું હતું. ટ્રેન આવી ત્યારે પણ મુસાફરો ખૂબ ઓછી સંખ્યામાં પરત આવતા દેખાયા હતા. કોરોનાની દહેશતને કારણે શ્રમજીવીઓ પોતાના વતન જવા મજબુર બન્યા છે.ST બસના કંડકટરે જણાવ્યું હતું કે બસ અમદાવાદ બહાર જવાની હોય તેમ મુસફરો ભરચક થઈ જાય છે અને જ્યારે બહારથી અમદાવાદ બસ આવતી હોય ત્યારે ગણીને 7-8 મુસાફરો જ હોય છે.અમદાવાદ બહારના તમામ જિલ્લાઓમાં જતી બસ હાઉસ ફૂલ જોવા મળી હતી. બહારથી આવતી બસમાં 7-8 મુસાફરો જ હતા. જે અમદાવાદમાં મૂળ રહેતા હોય કે પછી અમદાવાદમાં નોકરી કરતા હોય તે લોકો જ હતા. બહાર જનાર મુસાફરે જણાવ્યું હતું કે હવે અમદાવાદમાં એટલું મજૂરી કામ મળતું નથી જેથી અમારે બેકાર બેસી રહેવું પડે છે માટે અન્ય જગ્યાએ મજરી કામ માટે જઈએ છે. તો વતન જતાં મુસાફરોએ જણાવ્યું હતું કે લોકડાઉની શક્યતા લાગી છે જેથી ગયા વર્ષની જેમ મુશ્કેલીમાં ના આવીએ તે પહેલાં વતન જવા ઈચ્છીએ છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગર એમ 6 શહેરમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરાયો છે તેવા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના નામે સોશિયલ મીડિયામાં ફરતો કરાયેલો પત્ર ખોટો છે, તેવી સ્પષ્ટતા રાજ્યના ગૃહ વિભાગે કરી છે. આ સાથે રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ આવી અફવા ફેલાવનાર તત્ત્વને ઝડપવા સાઈબર ક્રાઇમને આદેશ કર્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. ગૃહવિભાગના પ્રવક્તાએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

વધતા જતા કોરોનાના કેસને લઈને પાટણમાં સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે હવે સંક્રમણને રોકવા માટે વેપારીઓ આગળ આવ્યા છે. પાલનપુર અને પાટણના વેપારીઓએ કોરોના સંક્રમણ રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. પાટણમાં કાલથી સાંજે પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ થશે જે શનિવાર સુધી રહેશે. જ્યારે રવિવારે સ્વૈચ્છિક રીતે બંધ રહેશે.પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા ચીફ ઓફિસરની વેપારીઓ સાથે બેઠક મળી હતી.જેમાં શનિવાર અને રવિવારે પાલનપુરને સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, જરૂરી ચીજવસ્તુઓ મેડિકલ, દૂધ અને ફળફળાદીની દુકાનો ચાલુ રહેશે. એક અઠવાડિયામાં પાલનપુરમાં કોરોનાના 60થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.બીજી તરફ પાટણમાં પણ કાલથી સાંજે પાંચ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પાટણમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરે વિવિધ સંગઠનો સાથે બેઠક યોજી હતી. પાટણમાં 7 એપ્રિલથી સાંજે 5 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે વેપાર – ધંધા બંધ રાખવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. પાટણના તમામ નાગરિકોને સાંજે 5 વાગ્યા બાદ ઘરથી બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયેઅમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ.

રેકોર્ડ પર રેકોર્ડ તોડતું કોરોના સંક્રમણ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 2875 કેસ
ગુજરાત પર કોરોના પંજો કસી રહ્યો છે. દિનપ્રતિદિન વિક્રમજનક કેસો નોંધાઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 2875 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 3.18 લાખ થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને 15135 થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 2875 કેસો નોંધાયા છે. 14 દર્દીના મૃત્યુ થયા છે. 2024 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 163 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 14972 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4566 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 318438 પર પહોંચ્યો છે.

આજે સુરતમાં 8, અમદાવાદમાં 4 અને અમરેલી – વડોદરામાં 1-1 દર્દીએ દમ તોડ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 93.81 ટકા થયો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

સુરત 724, અમદાવાદ 676, વડોદરા 367 , રાજકોટ 276, જામનગર 97, ભાવનગર 77, ગાંધીનગર 65, પાટણ 61, મહેસાણા 56, દાહોદ 38, પંચમહાલ 37, બનાસકાંઠા – ભરૂચ 30, ખેડા 29, મોરબી 27, કચ્છ 26, આણંદ – જૂનાગઢ 25, મહીસાગર 24, દેવભૂમિ દ્વારકા 21, સુરેન્દ્રનગર 20, અમરેલી – સાબરકાંઠા – તાપી 18, છોટાઉદેપુર – નર્મદા – વલસાડ 16, નવસારી 15, બોટાદ 10, ડાંગ – ગીર સોમનાથ 7, અરવલ્લી 2, પોરબંદર

ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાગી લાઈન
ગરવી તાકાત અમદાવાદ: અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાઈન લાગી છે. ઝાયડસમાં 900 રૂપિયામાં ઈન્જેક્શન મળતું હોવાથી સવારથી 200થી વધુ લોકોની લાઈનો લાગી છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. શહેરમાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે ઈન્જેક્શન માટેની આ લાગેલી લાઈન પરથી સમજી શકાય કે અમદાવાદ શહેરમાં કોરોનાથી પરિસ્થિતિ કેટલી ગંભીર હશે.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધતા RTPCR ટેસ્ટ કરાવનાર નાગરિકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. લેબોરેટરીમાં RT-PCR રિપોર્ટ મોડામાં મોડો 24 કલાક સુધીમાં મળતો હતો. તેને આવતા હવે 36થી 48 કલાકનો સમય લાગી રહ્યો છે. લોકોને અર્જન્ટ રિપોર્ટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં RTPCR ટેસ્ટ માટે મોટું વેઈંટિગ છે. .

રાજ્યની એક એક ખાનગી લેબમાં નવેમ્બરની તુલનામાં 3થી 4 ગણા વધુ સેમ્પલ આવી રહ્યા છે. અમદાવાદમાં RTPCR ટેસ્ટ માટે 20થી પણ ઓછી ખાનગી લેબોરેટરી છે. ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ કરાવવાનો ચાર્જ 800 રૂપિયા છે. તો ઘરેથી સેમ્પલ આપી RTPCR ટેસ્ટ ખાનગી લેબમાં કરાવવાનો ચાર્જ એક હજાર 100 રૂપિયા નક્કી કરાયો છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના વાયરસથી (Gujarat Corona Cases) દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. એટલે કે દર મિનિટે બે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. હાલ ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.

Ahmedabad: આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંનો સમય બદલાયો, મોલ સિનેમા રહેશે બંધ
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા

અમદાવાદ: ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે. આજે અમદાવાદ મનપા દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં શનિ-રવિ મોલ અને સિનેમા ગૃહો બંધ રાખવામાં આવશે. તેમજ આવતીકાલથી રાત્રિ કરર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજબ આવતીકાલથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરર્ફ્યું રહેશે.

આ અંગે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરવા રાજયના અધિક મુખ્ય સચિવરાજીવ કુમાર ગુપ્તા આઈ.એ.એસ.ના અધ્યક્ષ સ્થાને, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર આઈ.એ.એસ., જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તેમજ અન્ય અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.